• શુક્રવાર, 28 માર્ચ, 2025

ખાવડામાં સગીર છાત્રા અને પાનધ્રો, સિરાચામાં આધેડનો આપઘાત

ભુજ, તા. 13 : ગઈકાલે ખાવડાના આર.ઈ. પાર્કમાં 15 વર્ષીય સગીર છાત્રા એવી રેહાનાબાઈ શકુર ઈબ્રાહિમ સમાએ, જ્યારે મુંદરાનાં શિરાચામાં મૂળ બિહારના 44 વર્ષીય આધેડ અનિલરાય સોનેલાલ અને લખપત તાલુકાનાં પાનધ્રોમાં 40 વર્ષીય આધેડ કાસમ લધા કોલીએ ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી લીધી હતી. ખાવડાના આર.ઈ. પાર્ક, સેલ કંપનીમાં રહેતા માલધારી શકુર ઈબ્રાહિમ સમાની અભ્યાસ કરતી 15 વર્ષીય દીકરી રેહાનાબાઈએ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો.  ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ મુંદરા તાલુકાનાં શિરાચામાં મફતનગરીમાં રહેતા મૂળ બિહારના અનિલરાયે ગત તા.11/3ના સાંજે  કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરની છત પરનાં લોખંડનાં એંગલ સાથે ગળે ટૂંપો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.  આ ઉપરાંત લખપત તાલુકાનાં પાનધ્રો એકતાનગર ખાતે રહેતા કાસમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તે સતત ચિંતામાં રહેતા હતા. આ ચિંતા વચ્ચે ગઈકાલે સાંજ પહેલાં પોતાનાં ઘરથી એકાદ કિ.મી. દૂર બાવળની ઝાડીમાં વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.  દયાપર પીએચસીમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નારાયણસરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd