• શુક્રવાર, 28 માર્ચ, 2025

ભુજમાં મહિલાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

ભુજ, તા. 9 : શહેરના લાયન્સ નગરમાં ગઇકાલે ચાંદનીબેન આનંદપુરી ગોસ્વામીએ પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. આ અંગે પતિ અને સાસુ સામે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. હતભાગી ચાંદનીબેનના બહેન વૈશાલીબેને બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ચાંદનીએ દીકરીને જન્મ આપતા તેના સાસુ નર્મદાબેન માધવપુરી ગોસ્વામીએ નાની-નાની વાતો મેણા-ટોણા મારી કહ્યું કે, મારા મોટા દીકરાના ઘરે દીકરા છે અને તું મને એક દીકરો જણીને નથી આપી શકતી' એમ કહી ચાંદનીની દીકરી 15 દિવસની હતી ત્યારે આરોપી તેના પતિ આનંદપુરી અને સાસુ નર્મદાબેન સાથે મળી મારીને ઘરથી કાઢી મૂકી આ બાદ પતિ આનંદપુરી દારૂ પીને અવાર નવાર માર મારી માનસિક ત્રાસ આપતો હતો. આથી આ બન્નેના ત્રાસથી કંટાળી ફરિયાદીની બહેન ચાંદનીબેને આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવતા પોલીસે આનંદપુરી અને નર્મદાબેન વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd