ભુજ, તા. 25 : માંડવી તાલુકાના મોટી રાયણમાં
ધાણીપાસા વડે જુગાર રમતા આઠ ખેલીને રોકડા રૂા. 31,600 સહિત 1,33,600ના
મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. એલસીબીના પી.આઇ. એસ.એન. ચૂડાસમા, પી.એસ.આઇ. ટી. બી. રબારી તથા એચ. આર. જેઠીની
સૂચનાનાં પગલે એ.એસ.આઇ. વાલાભાઇ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ,
હે.કો. મૂળરાજભાઇ ગઢવી કોડાય પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,
ત્યારે બાતમી મળી હતી કે, મોટી રાયણના બસ સ્ટેશન
પાસે ચાની કેબિન નજીક પતરાં નીચે ધાણીપાસાનો જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીનાં પગલે
એલસીબીએ દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા ભરત દેવાંધ ગઢવી, સુલતાન
અબ્દુલ તુર્ક, ઈરફાન અબ્દુલ તુર્ક, જિતેશ
કરશન ગઢવી, રતન લક્ષ્મણ ગઢવી, અલ્તાફ નૂરમામદ
ભટ્ટી (રહે. તમામ મોટી રાયણ) અને દેવરાજ કરશન ચારણ તથા પચાણ પાલુ ગઢવી (રહે. બંને નાની
રાયણ)ને રોકડા રૂા. 31,600, આઠ
મોબાઇલ કિં. રૂા. 42,000 અને
ચાર મોટરસાઇકલ કિં. રૂા. 60,000 એમ
કુલે રૂા. 1,33,600ના મુદ્દામાલ સાથે ઝડપી કોડાય
પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.