ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ઘનશ્યામનગરના
એક ઘરમાં ઘૂસી મહિલા ઉપર છરી વડે હુમલો કરી શખ્સ નાસી ગયો હતો. મેઘપર કુંભારડીના ઘનશ્યામ
નગરમાં સંયુક્ત પરિવારમાં રહેનાર ફરિયાદી ટીનાબેન જયેશ ગારુ?નામનાં મહિલા ગત તા.
3/12ના સવારના ભાગે એકલાં હતા. મહિલા પોતાનાં ઘરે કામ કરી રહ્યાં હતાં, ત્યારે એક અજાણ્યો
બુકાનીધારી શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ શખ્સે મહિલાના મોઢે હાથ રાખી મોઢું બંધ કરતાં ફરિયાદી છોડાવવા જતાં આ શખ્સે છરી કાઢી મહિલાનાં ગળામાં
મારી દીધી હતી અને બાદમાં તેમને ધક્કો મારી નાસી ગયો હતો. ઘવાયેલાં મહિલાને સારવાર
અર્થે લઇ જવાયાં હતાં, જ્યાં તેમને આઠ ટાંકા લેવામાં
આવ્યાં હતાં. આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ શખ્સ ચોરી કે લૂંટના ઇરાદે
ઘરમાં ઘૂસ્યો હતો કે શું તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.