ગાંધીધામ, તા. 5 : બંદરીય શહેર માંડવીમાં દીકરી જમાઈએ પિતા ઉપર
હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી
વિગતો મુજબ આ બનાવ ગત તા. 4ના સાંજે સાત વાગ્યાના અરસામાં સહજાનંદ
નગરમાં બન્યો હતો. આરોપી નયના અશોક ગોસર અને અશોક કેશવજી ગોસરે ફરિયાદી હરજીભાઈ બાબુભાઈને માર માર્યો હતો. વચ્ચે
છોડાવવા પડેલા ભાઈ રાહુલ ઉપર પણ હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રમાં રહેતા ફરિયાદી માંડવી
પત્નીના ઘરે આવ્યા હતા ત્યારે શંકાસ્પદ વસ્તુ અંગે પુછતાં ઉશ્કેરાયેલાં દીકરી જમાઈએ
હુમલો કર્યો હતે