• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

અંતે ભારાપર મામલે ભુજના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગ

ભુજ, તા. 18 : ભુજ તાલુકામાં આંબાની વાડીમાંથી શોભતા ભારાપર ગામના સીમાડામાં વનતંત્રની અંદાજે ત્રણ?કરોડની કિંમતી એવી ખેતીની 10 એકર જમીન ઉપર ગેરકાયદે કબજા બદલ ભુજના બિલ્ડર-ડેવલોપર્સ જગદીશ આણંદજી ઠક્કર સામે વનતંત્રે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોવાનો કિસ્સો સામે આવતાં ચર્ચાનો વિષય ઊભો થયો છે. `કચ્છમિત્રે' અગાઉ દબાણ થયા અંગેનો હેવાલ જાન્યુઆરીમાં પ્રગટ કર્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પૂર્વ વન વિભાગમાં આવતી ભારાપરની સીમની જમીન અત્યંત કિંમતી ગણાય છે. અહીં મોટા-મોટા ફાર્મહાઉસ, અદ્યતન ખેતી, કેશર કેરીના બગીચા હજારો એકરમાં પથરાયેલા છે તેની વચ્ચે ભારાપર-સેડાતાના રોડ?પર મોકાની જમીન વનતંત્રની હોવા છતાં દબાણ કરીને આંબાનો બગીચો બનાવવામાં આવ્યો હોવાથી આર.એફ.ઓ. કે.બી. ભરવાડે  લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શત્ર ઉગામી ફરિયાદ કરતાં ભુજ પ્રાંતે તપાસનો આદેશ કર્યો હતો. આ અંગે વિગતો આપતા પૂર્વ વિભાગના નાયબ વન અધીક્ષક ગોવિંદસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે ડી.આઇ.એલ.આર. પાસેથી માપણી કરાવ્યા બાદ આ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે. જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાંની પણ અહીં જમીન છે, તેથી દબાણ થયું હોવાનું સાબિત થતાં ખેતી કરનાર ભુજના જગદીશ ઠક્કર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. સાત એકરથી વધારે દબાણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલૂમ પડયું હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરાયો છે. સુનાવણી બાદ તુરંત જમીનનો કબજો લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. અત્યારે પણ આ જમીનમાં આંબાનું વાવેતર છેઘ જે વર્ષો જૂના ઝાડ હોવાનું જણાય છે. આ વિસ્તારમાં પ્રતિ એકરનો ભાવ અંદાજે 25થી 30 લાખ ચાલે છે, તેવું જાણવા મળ્યું હતું. બીજીબાજુ જેમની સામે ફરિયાદ થઇ?છે એ ભુજના બિલ્ડર જગદીશ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, વર્ષોથી અમારી પાસે કબજો છે અને અમે લેખિતમાં માપણી કરાવવા પણ જણાવ્યું છે. જરૂર પડયે જવાબ આપશું અને જો દબાણ હશે તો સુપરત કરી દઇશું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang