• બુધવાર, 22 મે, 2024

લોદ્રાણીમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

ગાંધીધામ, તા. 11 : રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર વર્ષાબેન પ્રફુલ ધૈડા નામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. લોદ્રાણી ગામમાં રહેનાર પરિણીતા ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા, ત્યારે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્રણ વર્ષનો લગ્નગાળો ધરાવનાર પરિણીતાએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang