ભુજ : મૂળ રાપરના જશોદાબેન ઠક્કર (ઉ.વ. 68) તે કાંતિલાલભાઇના પત્ની, નાનુબેન દામજીના પુત્રવધૂ, લક્ષ્મીબેન જેઠાલાલના પુત્રી, હર્ષદ, અશોક, સ્વ. હેમેન્દ્રના માતા, ગાયત્રી,
અરૂણાના સાસુ, દેવ, દિયા,
અર્જુનના દાદી, કાંતાબેન, શાંતાબેન, સરલાબેન, નર્મદાબેન,
જગદીશભાઇના ભાભી, દમયંતીબેનના જેઠાણી, જિજ્ઞા, નીરવ, વંદના સુનીલ,
જેસ્મિતા વિશાલના મોટીમા, વિજયાબેન, ધનાબેન, મીનાબેન, કાંતિ,
મુકેશના બહેન, મીતાબેનના નણંદ તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-6-2025ના સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ હોલ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ ટપ્પર સોનારાવાળીના વિનોદભાઇ સુંદરજી ડોસા રાયમંગ્યા
(ઉ.વ. 72) તે સ્વ. કાન્તાબેન સુંદરજી
ડોસાના પુત્ર, ભારતીબેનના પતિ,
જેસલના પિતા, કોમલના સસરા, વેદ, પ્રાચીના દાદા, લાલજીભાઇ,
ભાસ્કરભાઇ, તારાબેન જેઠાલાલ ચોથાણી, સ્વ. ભાનુબેન સુરેશભાઇ, સ્વ. મંજુબેન ચૂનીલાલ,
કલ્પનાબેન પ્રાગજીભાઇ, મીનાબેન તરુણભાઇના ભાઇ,
સૂચિતાબેનના દિયર, જયાબેનના જેઠ, શીતલ, જેસિકાના કાકા, નિશા,
નીલેશના મોટાબાપા, જતિન ગુજ્જર, હેમલ નીલેશભાઇના મોટા સસરા, સ્વ. પ્રાગજીભાઇ દેવકરણ પૂજારા
(પ્રાગજીશેઠ), સ્વ. હસ્તાબેન, ગં.સ્વ. કાન્તાબેન
(જીજીબેન) પ્રાગજીભાઇ પૂજારાના જમાઇ, ડોલીબેન હર્ષદભાઇ,
રસીલાબેન જિતેન્દ્રભાઇ, વીમીબેન મનોજભાઇ,
સ્વ. મહેશભાઇ, જયેશભાઇ પ્રાગજીભાઇના બનેવી,
વેજયંતીબેન જયેશભાઇના નણદોયા, દક્ષાબેન નવીનચંદ્ર
જેરામભાઇ રૂપારેલ (નાગપુર)ના વેવાઇ તા. 5-6-2025ના લંડન મધ્યે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
15-6-2025ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, રૂખાણા હોલ, ભુજ ખાતે.
ભુજ : મ.ક.સ.સુ. દરજી નટવરલાલ દયારામ પરમાર (ઉ.વ. 55) તે સ્વ. જયાબેન દયારામ કરશનદાસ
પરમારના પુત્ર, ગૌતમ, સ્વ. ભગવતીબેન જગદીશભાઈ (અંજાર)ના મોટાભાઈ, સ્વ. વાલજીભાઇ, સ્વ. બાબુલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ.
શંકરલાલ, સ્વ. કાનજીભાઇ, વૃજલાલ,
વિનોદભાઇ, સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ સાચલા (અંજાર)ના
ભત્રીજા, મોહનલાલ મૂળજી પરમાર (મુંદરા), વિશનજી મૂળજી પરમાર (મુંદરા), ગં.સ્વ. હંસાબેન કાન્તિલાલ
ધામેચા (બિદડા), સ્વ. દમયંતીબેન અમૃતલાલ (કાનપુર)ના ભાણેજ,
સ્વ. મહેશભાઇ, રાજેશભાઇ, સ્વ. આનંદભાઇ, મેહુલભાઇ, બ્રિજેશભાઇ,
સ્વ. વીણાબેન (ગુંદાલા), માલતીબેન (અંજાર),
રાધાબેન (મુંદરા), રમીલાબેન (માધાપર), ગીતાબેન (નારાણપર), દક્ષાબેન (વિરાણી), પ્રીતિબેન (ભચાઉ), માધવીબેન (બળદિયા), સુમનબેન (ભુજ)ના કાકાઇ ભાઇ, બંસરી અને હર્ષના મામા તા.
12-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-6-2025ના સાંજે 5થી 6 દરજી જ્ઞાતિની વાડી, નાગરચકલા, ભુજ ખાતે.
ભુજ : પઠાણ કાસમખાન (ઉ.વ. 57) તે મ. ઓસમાણખાન ઇબ્રાહિમખાનના પુત્ર, પઠાણ ઇબ્રાહિમખાન (અધાભા, માજી નગરસેવક), મ. અબ્દુલખાનના ભાઇ, જાવેદખાન અને ઝુબેરખાનના પિતા, નદીમખાન અને આબિદખાનના
કાકા, જુસબખાન (ભુજ નગરપાલિકા)ના સાળા, જહાંગીરખાન (ભુજ નગરપાલિકા), હાજીખાન, અલ્તાફખાનના કાકાઇ ભાઇ, મોસીનખાન આમિરખાન તથા રાઠોડ રફીક
ઉમર (સેડાતા)ના મામા તા. 12-6-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 15-6-2025ના
રવિવારે સવારે 9.30થી 10.30 મુરાદશાવાળી મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે.
ભુજ : રાજગોર ચિંતન (ઉ.વ. 36) તે સ્વ. સાવિત્રીબેન કિશોરભાઇ (નયન) માલાણીના પુત્ર, સ્વ. રામીબેન રામજી માલાણીના પૌત્ર,
દિપાલીબેનનાના પતિ, પાર્વીના પિતા, મુકુંદ, જિનિશાબેન હિરેનભાઇ ભટ્ટ, રીતુબેન પ્રતીકભાઈ ભટ્ટ, ધૈર્યાબેન અતુલભાઈ માલાણીના મોટા ભાઈ, જુહીબેનના
જેઠ, ચંચળબેન જયેશ મારાજ (ગૌભકત), અર્ચનાબેન
અતુલભાઈ (રિ. ડે. મામલતદાર)ના મોટા ભત્રીજા,
મધુબેન અમૃતલાલ મોતાના દોહિત્ર, મિત્તલબેન બિપિનભાઈ
ગોર, જયાબેન ભરતભાઈ વ્યાસ, દેવિલાબેન વિપુલભાઈ
માલાણી, શિલ્પાબેન ચંદ્રેશભાઈ માલાણીના ભાણેજ, મિવાનના મામા, ક્રિષ્નાબેન જગદીશભાઈ મણિશંકર નાકરના જમાઇ,
જાનકીબેન આશુતોષભાઈ મોતાના બનેવી તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 15-6-2025ના
રવિવારે સાંજે 5.30થી 6.30 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ.
રિલોકેશન સાઇટ ખાતે.
ભુજ : સુરંગી કાસમ ઇબ્રાહિમ તે મ. સુરંગી મામદ કાસમના પિતા, સુરંગી અલીમામદ ઇબ્રાહિમના ભાઈ, આરીફ, આદિલ, આસિફના મોટાબાપા,
કાસમ નોડે, રફીક ઓઢેજા, મુસ્તાક
થેબાના સસરા, હમઝા ઉસેદના દાદા, તોહફીક,
શકીલ, સિરાજ, માહીરના નાના,
માહિન, મોહિન, શબીરના નાનાસસરા,
સિરાજના દાદાસસરા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 14, 15, 16-6-2025ના સવારે 10થી 12, સાંજે 5થી 7 નિવાસસ્થાને.
ગાંધીધામ : મૂળ મંજલના ગઢવી મોંઘીબેન (બદ્ધિબેન) વાલજીભાઇ આલગા
તે સ્વ.. વાલજીભાઇ પરબતભાઇ આલગાના પત્ની, સ્વ. પુનશીભાઇ, રાજેશભાઇ (ઇન્કમટેક્સ), નિર્મળાબેન કાનજીભાઇ લાંબા, ગં.સ્વ. રમીલાબેન ઇશ્વરભાઇ
લાંબા, તારાબેન અરવિંદભાઇ ભોજગના માતા, ગં.સ્વ. પુષ્પાબેન પુનશીભાઇ આલગા, તેજલબેન રાજેશભાઇ આલગાના
સાસુ, નિરાલીબેન રાહુલભાઇ આલગાના દાદીસાસુ, રમેશભાઇ દિલીપભાઇ આલગાના મોટીમા, સ્વ. જીવણભાઇ ડોસાભાઇ
માલા, સ્વ. પચાણભાઇ (મીઠુભાઇ) ડોસાભાઇ માલા, સ્વ. અમીબેન પરબતભાઇ આલગા, સ્વ. જીવાબેન મનસુખભાઇ આલગા,
સ્વ. શાંતાબેન વેલજીભાઇ બાટીના બહેન, રેખાબેન,
પ્રશાંતભાઇ, રૂપાબેન હિરેનભાઇ ભાન (રાજકોટ),
રાહુલભાઇ, નૈતિકભાઇના દાદી તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-6-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 સોનલધામ, રામબાગ રોડ, ગાંધીધામ
ખાતે.
અંજાર : મંગલભાઈ ખેંગારભાઈ ધુઆ (ઉ.વ. 42) તે રાજબાઇ ખેંગારભાઈ ધુઆના
પુત્ર, લક્ષ્મીબેનના પતિ, કિશન,
આનંદ, યશોદાના પિતા, સ્વ.
સુમારભાઈ, બાબુભાઇ, સ્વ. ઉકાભાઇના પૌત્ર,
હરિભાઈ, વેલજીભાઇ, નારણભાઇ,
અજબાઇ, વિક્રમ, શાંતિલાલ,
ડમીબેનના ભત્રીજા, નાગશીભાઈ દેવાભાઇ માતંગ (ભુજ)ના
જમાઈ, સુરેશ, મુકેશ, લાલજી, કિશન, રવિ, દેવલબેન, લક્ષ્મીબેન, શોભનાબેનના
ભાઈ તા. 12-6-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાન લુણંગનગર, વોર્ડ નં. 2, અંજાર ખાતે.
અંજાર : લોહારવાઢા ફાતમાબેન અ.લતીફ સાલેમામદ (ઉ.વ. 78) તે મ. અશરફ, મ. ઇકબાલ, મ. કાસમના માતા,
મ. ગની જુસબના સાસુ, રફીક, રજાક, રિયાઝ, રહીમના દાદી તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-6- 2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રોટરીનગર, નંદીશાળા, વીડી રોડ, ચાર રસ્તા,
અંજાર ખાતે.
માંડવી : નાનબાઇ પારિયા (મહેશ્વરી) (ઉ.વ. 78) તે મનોજભાઇ આત્મારામ પારિયાના
પત્ની, સ્વ. હીરબાઇ હધુભાઇ નિંજાર (માંડવી)ના પુત્રી,
ગોવિંદ ખમુભાઇ નિંજાર (માંડવી)ના બહેન, સ્વ. ધનજીભાઇ
ડોસાભાઇ માતંગ (ગાંધીધામ)ના ભાણેજી, સ્વ. કાંતાબેન આત્મારામ મેઘજી
પારિયા (માંડવી)ના પુત્રવધૂ, સ્વ. બચુભાઇ (ગાંધીધામ)ના નાના ભાઇના
પત્ની, સ્વ. ડો. મનુભાઇ, રવિલાલના ભાભી,
વિનુભાઇ પારિયા, વસુબેન ભાણજીભાઇ માતંગ (મોટી રાયણ),
હીરાલક્ષ્મી હેમચંદ માતંગ (સલાયા), વ્રજેશભાઇ પારિયાના
માતા, વંદનાબેન કિશોરભાઇ ધુવા (ગાંધીધામ), સચિનભાઇ, પ્રશાંતભાઇ, સાગરકુમાર,
સાવનકુમારના દાદી, ઝવેરબેન વિનુભાઇ પારિયા,
ગીતાબેન વ્રજેશભાઇ પારિયા, ભાણજીભાઇ માતંગ (મોટી
રાયણ), હેમચંદભાઇ માતંગ (સલાયા)ના સાસુ, હિનાબેન પ્રશાંતભાઇ પારિયા, કિશોરભાઇ સામતભાઇ ધુવા (ગાંધીધામ)ના
દાદીસાસુ, જિજ્ઞેશ, ધ્વનિબેન દિનેશભાઇ મારાજ
(દેશલપર-વાંઢાય), અવનીબેન શૈલેશભાઇ માંગલિયા (ગાંધીધામ),
પ્રકાશકુમાર, નીતિનકુમાર, જ્યોતિબેન રાહુલભાઇ ફુફલ (ગાંધીધામ)ના નાની તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ગોકુલવાસ, માંડવી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : નોડે સુમાર રહીમના (ઉ.વ. 85) તે મ. નોડે હમીર રહીમના, મ. આધમ રહીમનાના ભાઇ, નોડે જુસબ, રમધાન, હાસમના પિતા,
જુણસ હમીર, અલીમામદ હમીર (રવાપર), ફકીરમામદ આમધ, ખમીશા આમધ, જાકબ
આમધ (વિગોડી)ના કાકા તા. 13-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-6-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન
ડેમ વિસ્તાર, રવાપર ખાતે.
રતડિયા (તા. નખત્રાણા) : સાટી મુહમ્મદ રહીશ (ઉ.વ. 5) તે મુહમ્મદ રફીકના પુત્ર, અફસરના ભાઈ, જાવેદના ભાણેજ,
અબ્બાસના ભત્રીજા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-6-2025ના સવારે 10 વાગ્યે સાટી સમાજવાડી, રતડિયા ખાતે.
લલિયાણા (તા. ભચાઉ) : જાડેજા ધર્મેન્દ્રસિંહ અશોકસિંહ (ઉ.વ.
32) તે વિજયસિંહ, રિદ્ધિરાજસિંહ, સહદેવસિંહના
ભાઇ, રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ,
રવિરાજસિંહ, રામદેવસિંહ, જયપાલસિંહ, ભરતસિંહના ભત્રીજા તા. 13-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 23-6-2025ના સોમવારે તથા લૌકિક વ્યવહાર
નિવાસસ્થાન લલિયાણા ખાતે.
વિંઝાણ (તા. અબડાસા) : કુંભાર ઓસમાણ અભુ તે કુંભાર અલીમામદના
ભાઇ, મ. હાસમ, અભુભખર,
મામદ, સુલતાન, જુણસના પિતા
તા. 12-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-6-2025ના રવિવારે સવારે 10 કલાકે કુંભાર મસ્જિદ, વિંઝાણ ખાતે.
ગુનેરી (તા. લખપત) : જાડેજા બાલુબા નારાણજી (ઉ.વ. 54) તે જાડેજા નારાણજી ઘનુભાના
પત્ની, જાડેજા બુધુભા ઘનુભાના નાના ભાઇના પત્ની,
જાડેજા હકુભા, ચનુભા, જેઠાજી,
ખેંગારજી, કરણજીના ભાભી, સુરૂભા, લક્ષ્મણસિંહ, સંદિપસિંહના
કાકી તા. 12-6-2025ના
અવસાન પામ્યા છે. તા. 21-6-2025ના
શનિવારે આગરી, તા. 22-6-2025ના રવિવારે સવારે ઉત્તરક્રિયા
નિવાસસ્થાન ગુનેરી ખાતે.