• સોમવાર, 16 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ બિદડાના ભૂપત રામજી પેથાણી (ઉ.વ. 53) તે સ્વ. ઝવેરબેન રામજીના પુત્ર, સ્વ. રાખીબેનના પતિ, કશિશના પિતા, અક્ષય નીતિભાઇ (શિણાઇ)ના સસરા, સ્વ. ગોદાવરીબેન મગનલાલ મોતા, સ્વ. ઇન્દિરાબેન મનસુખલાલ મોતા, કમળાબેન અનિલભાઇ જોશી, પ્રકાશભાઇ, મહેશભાઇના ભાઇ, પ્રીતિ, કોમલ અનિલભાઇ વ્યાસ, શ્વેતા કલ્પેશભાઇ મોતા, કૌશિક, પ્રિન્સ, નેન્સીના કાકા, ભાવનાબેનના કાકાસસરા, ભારતીબેનના દિયર, અલ્પાબેનના જેઠ, સ્વ. રણછોડ જીવરામ નાગુ (બાગ)ના દોહિત્ર, મણિબેન શંકરજી પેથાણીના ભત્રીજા, જયશ્રી, કીર્તિ, વીણા, વર્ષા, પ્રવીણ, સતીશ, જિજ્ઞા, મીત, પ્રતીકના મામા, ગં.સ્વ. જયાબેન ઇશ્વરલાલ નાકરના જમાઇ, સ્વ. કુલદીપ અને મોહીનાના બનેવી તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ સલારીના કુંભાર ફાતમાબેન હુશેન (ઉ.વ. 78) તે સિધિકભાઇ, મુસાભાઇ, ગફુરભાઇ, રહીમભાઇના માતા, અકબર, અજીમ, મુબારક, મહંમદના દાદી, હુશેન દાઉદ, હારૂન જુસબના સાસુ તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કુંભાર સિધિક હુશેન, નાગોર રોડ ફાટની બાજુમાં, ભુજ ખાતે.

આદિપુર : મૂળ સજાપુરના લોંચા જખુભાઇ મનજીભાઇ (ઉ.વ. 75) તે પ્રેમિલાબેનના પતિ, સુરેશના પિતા, રાજેશ, અનિતાના દાદા, રમેશ, હસમુખના કાકા, મુકેશ, પ્રમોદ, ઇલાબેનના મોટાબાપા, નથુભાઇ, હીરાભાઇ, ધનાભાઇ, રમુભાઇ (અંગિયા), ભરતભાઇ, રામજીભાઇ, ગોપાલભાઇ, પ્રેમજીભાઇ, જેઠાભાઇ (બધા સજાપુર)ના કાકાઇ ભાઇ, અનિલભાઇ વાઘેલા (નાના અંગિયા)ના દાદાજી સસરા તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા અને સત્સંગ તા. 8-6-2025ના રાત્રે તથા તા. 9-6-2025ના ઘડાઢોળ (પાણી) સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ચારવાળી ઝૂંપડપટ્ટી, સોનલમા મંદિરની બાજુમાં, આદિપુર ખાતે. બેસણું, સાદડી નિવાસસ્થાને.

અંજાર : પીર સૈયદ અમીરમિયા અભામિયા કાદરી (ઉ.વ. 58) તે સૈયદ હસનમિયા, સૈયદ ઉમરમિયા બાપુ (રોટીવાળા)ના ભાઇ, સૈયદ મખદુમશા બાપુ, સૈયદ રાજનશા બાપુના મોટાબાપા તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6- 2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે મેમણ જમાતખાના, અંજાર ખાતે.

માંડવી : જગદીશ લાલજી વીંછી (ઉ.વ. 61) તે સ્વ. મુક્તાબેન લાલજી (ઓખાવાળા)ના પુત્ર, સ્નેહલબેનના પતિ, શીતલ, માનસીના પિતા, કરશનદાસ જીવરાજ મોસમિયાના જમાઇ, ગં.સ્વ. શકુંતલાબેન જિતેન્દ્ર ભેડા, સ્વ. ઉર્મિલાબેન હરેશ સોનેજી, સ્વ. કીર્તિના ભાઇ, મનોહર કાનજી વીંછી (હાલે કોલકાતા)ના ભત્રીજા, યોગેશ, અશ્વિન, સ્વ. રાજેશના કાકાઇ ભાઇ, વિશાલ, ચેતન, પરીનના મામા, સ્વ. મૂળજીભાઇ, સ્વ. લાભશંકર, સ્વ. શશિકાંત, કાંતિલાલ, મંગળાબેનના ભાણેજ તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.00 રંગચુલી, માંડવી ખાતે.

માંડવી : તુરિયા ખૈરૂનનિશાબાઈ સાલેમોહંમદ (ઉ.વ. 76) તે મ. તુરિયા સાલેમોહંમદ (ટેક્સીવાળા)ના પત્ની, મ. ઇસ્માઇલ (ચકીવાળા)ના ભાભીમો. હુશેન તથા રિયાઝના માતા, ઇકબાલ, હમીદના માસી, મ. દાઉદ અલીમામદ, મ. અબ્દુલ ગની અલીમામદ (તુરિયા પાન સેન્ટરવાળા)ના બહેન તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2025ના ગુરુવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની સતાનાપીર દરગાહ કમ્પાઉન્ડમાં અને 11થી 12 કલાકે ભાઈઓ માટે વાયેઝ-જિયારત હાલા ફળિયા મસ્જિદ, માંડવી ખાતે.

નખત્રાણા : કોલી મીઠુ આધમ (ઉ.વ. 90) તે સ્વ. હપુબાઇના પત્ની, ફકુભાઇ, મેરુભાઇ, દયારામ, રોમાબાઇ (કેરવાંઢ), ખતુબાઇ (ગોયલા), નાથીબાઇ (ઐડા), સ્વ. કેસરબાઇ (ઉસ્તિયા)ના પિતા, સુરેશ, જેન્તી, કાનજી, રમેશ, પરેશ, બાબુ, સોનાબેન, ભચાબાઇ, લીલાબાઇ, શાંતાબાઇ, લખાબાઇ, સવિતાબાઇ, કલાબાઇના દાદા, સ્વ. હમીર જુમા (ત્રંબૌ)ના જમાઇ, દાદાભાઇ, સ્વ. ઇસ્માઇલભાઇના બનેવી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે.

નખત્રાણા: મૂળ સણોસરાના રબારી રામા વંકા પશુઆરા (ઉ.વ. 70) તે સ્વ. વંકા મેઘા, ગં.સ્વ. દેવલબેન વંકાના પુત્ર, સ્વ. પાબીબેનના પતિ, મૂરાભાઈ, હીરાભાઈ, લખમીરભાઈ, સ્વ. વિરમભાઈ, સ્વ. મેઠાભાઈજલીબેન ધાલા  (માધાપર), વલુબેન વંકા (ઊખેડા)ના ભાઈસ્વ. ભજું કરમશીના જમાઈરબારી મમુ તથા રાજાના  પિતાસ્વ. ફકીર ભજુંવેરશી ભજુંપેના ભજું, રામા લખમણ, સ્વ. સોમા લખમણ, લખીબેન કાનાના બનેવીરાધા, રવા, વેજા, મુકેશ, લાખા, હરખુ, કમુના કાકા, રવિ, ખેંગાર, દીપુ, ગીતા, દિયાના દાદા, વેદુના પરદાદા તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી  નિવાસસ્થાન નખત્રાણા જલારામ નગર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મચ્છુ કઠિયા સઇ સુતાર ગં.સ્વ. સુશીલાબેન કુંવરજી મોઢ (બચુબેન) (ઉ.વ. 80) તે સ્વ. કુંવરજી મોરારજી મોઢના પત્ની, સ્વ. શાંતાબેન નરસિંહભાઇ લખમશીભાઇ પરમાર (અંજાર)ના પુત્રી, ગં.સ્વ. આશાબેન જિતેન્દ્રભાઇ પરમાર, ચેતનાબેન ચંદુભાઇ લાખાણી (ભુજ)ના માતા, સ્વ. સાકરબેન કાનજીભાઇ મોઢ, સ્વ. પ્રભાબેન મૂળજી મોઢ (ભુજ)ના દેરાણી, ગં.સ્વ. ભારતીબેન નારાણજી મોઢના જેઠાણી, સ્વ. ધનલક્ષ્મીબેન ડાયાલાલ પરમાર, સ્વ. સરસ્વતીબેન શંકરલાલ ગોહિલના ભાભી, મહેશભાઇ, હરેશભાઇ, અભિનવ (લાલો), બિપિનભાઇ, નર્મદાબેન, ભારતીબેન, રમીલાબેન, નીતાબેન, જિજ્ઞાબેન, ભાવનાબેનના કાકી, રાજેશભાઇ, બીનાબેન, ધારાબેન, ભરતભાઇના મોટીમા, અરૂણાબેન, રેખાબેન, સંધ્યાબેન, અલ્પાબેનના કાકીજી સાસુ, પ્રીતિબેન, ધારાબેનના મોટા સાસુ, પ્રવીણાબેન નાનાલાલ ડાભી, મહેશભાઇ શંકરલાલ ગોહિલના મામી, કૃપા, જયકિશન, મીતના નાની, ચાંદનીના નાનીજી સાસુ, સ્વ. જ્યોતિબેન શાંતિલાલ પરમાર (સુખપર), સ્વ. કમુબેન શંકરભાઇ પરમાર (ભુજ), સ્વ. પ્રભાબેન પ્રભુલાલ (નાગલપર), સ્વ. પારૂબેન નિરંજનભાઇ (અંજાર), રસીલાબેન શંભુલાલ પરમારના મોટા બહેન તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 અંબે માતાનું મંદિર, મિરજાપર ખાતે.

હબાય (તા. ભુજ) : કરશન દાના કેરાસિયા (ઉ.વ. 75) તે ભીમજીભાઇ, સ્વ. હમીરભાઇ, સભીબેન ભીમજીભાઇ ચાડ (નાડાપા)ના પિતા તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન હબાય ખાતે.

શિણાય (તા. ગાંધીધામ) : ભરતભાઇ રામજીભાઇ વાઘમશી (ઉ.વ. 48)  તે સ્વ. સાકરબેન રામજીભાઈ વાઘમશીના પુત્રનીતાબેનના પતિ, ખીમજીભાઇ, જમીબેન, ભગવતીબેનના ભાઈ, જયાબેનના દિયર, કાનજીભાઈ તથા હરીશભાઈના સાળા, જય અને આયુષના પિતા, દીપેન, હંસા, દિવ્યા અને નિકિતાના કાકા, ગં.સ્વ. લક્ષ્મીબેન વેલજીભાઈ બાંભણિયાના જમાઈ  તા. 29-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2025 બુધવારના સાંજે 4થી 5 કલાકે યદુવંશી સોરઠિયા સમાજવાડી (જૂની સમાજવાડી) શિણાય ખાતે.

સતાપર (તા. અંજાર) : હિમાબેન કરશનભાઇ માતા (ઉ.વ. 95) તે ડેકાભાઇ (નિવૃત્ત પીજીવીસીએલ), અરજણભાઇ (ગોવર્ધન પર્વત), ધનજીભાઇ (એલ.આઈ. પીજીવીસીએલ)ના માતા, રાજેશભાઇ (પીજીવીસીએલ), રામજીભાઇ (ટોપઅપ માર્કાટિંગ), રામજીભાઇ (એન્જિ. રામકો), હરિભાઇ (ગેટકો), મોહનભાઇ (શિક્ષક, મૈત્રી સ્કૂલ-આદિપુર), નીતેશભાઇ (નીલકંઠ ગ્રુપ), લાલજીભાઇ (બેંગ્લોર), દિનેશભાઇ (આઇ.ટી. એન્જિ. હૈદરાબાદ)ના દાદી તા. 3-6-2025ના મંગળવારે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન સતાપર ખાતે.

વાંકી (તા. મુંદરા) : કેશવજી ધરોડ (ઉ.વ. 86) તે સ્વ. કરમશી વાઘજી (પટેલ)ના પુત્ર, સ્વ. કસ્તૂરબેનના પતિ, અજિત, શિલ્પા, હર્ષા, રીટાના પિતા, સ્વ. રવજીભાઇ, વિશનજી (બાબુભાઇ)ના ભાઇ, લક્ષ્મીચંદ મણિલાલ, તનસુખ, રાજેશ, કિરણ, નીલેશ (પપુ)ના કાકા, હંસરાજ નાગશી (બગડા)ના જમાઇ તા. 1-6-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 5-6-2025ના બપોરે 2થી 3.30 કરસન લધુ નીસર હોલ, દાદર, મુંબઇ ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : મૂળ લુણીના હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ. 60) (રિટાયર્ડ પી.એસ.આઇ.) તે ગોરબાઇ પચાણભાઇના પુત્ર, મેઘબાઈના પતિ, રાજેશ, સુરેશ, અરૂણાના પિતા, સ્વ. તલકશીભાઇ (લુણી સરપંચ), પ્રેમજીભાઇ, લાલુબાઇના મોટાભાઇ, માનબાઇ આત્મારામ ધેડા (મંધરા)ના જમાઇ, ગાંગજીભાઇ, માલશીભાઇ, ભરતભાઇ, સ્વ. રાજબાઇ, માકબાઇ, હીરબાઇના બનેવી, હેમરાજભાઇ, રામજીભાઇ, પુનશીભાઇના સાઢુ, કલ્પેશભાઇના સસરા, દિવ્યાંકાના દાદા તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. તા. 4-6-2025ના દિયાડો તથા તા. 5-6-2025ના પાણી.

રાજડા (તા. માંડવી) : હરિબા (ઉ.વ. 92) તે  તેજમાલજી સોઢાના પત્ની, સ્વ. હમીરજી ભાઇજી સોઢાના ભાભી, પ્રતાપાસિંહ, કલુભા, જીતુભા, વંકાજી, દેવુબાના માતા, સામંતાસિંહ જાડેજા (લફરા)ના સાસુ, પ્રવીણાસિંહ, મોહનાસિંહ, મહિપતાસિંહ, મહેન્દ્રાસિંહના કાકી, પૃથ્વીરાજાસિંહ, રવિરાજાસિંહ, ખુમાનાસિંહ, રણજિતાસિંહ, અજયાસિંહ, જયદીપાસિંહના દાદી, જયવીરાસિંહના પરદાદી તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-6-25થી 5-6-2025ના તથા ઉત્તરક્રિયા તા. 14-6-2025ના શનિવારે સોઢા નિવાસ, રાજડા ખાતે.

મોટી ઉનડોઠ (તા. માંડવી) : રાજા જલ્લુબાઇ રાજાડાડા (ઉ.વ. 95) તે હાસમના પત્ની, રાજા ઉમર ડાડાના માતા, મ. કાસમ સિધિક ઓસમાણ, મામદ મીઠુ, ગુલમામદ ઇબ્રાહિમ, કરીમ રમજુના કાકી, ઇસ્માઇલ, સુલતાન, ઇસ્માઇલ, ઇશાકના દાદી તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મોટી ઉનડોઠ ખાતે.

ચાવડકા (તા. નખત્રાણા) : માલુભા માધુભા જાડેજા (ઉ.વ. 63) તે વેલુભા માધુભાના મોટા ભાઇ, ખેતુભા, દાદુભા, હિંમતસિંહ, રાજુભાના પિતા, વિપુલસિંહના મોટાબાપુ, ગગુભા, હધુભા, હઠુભા, ચંદુભા, ગોપાલજીના કાકાઇ ભાઇ, કરશનજી ભાવસંગજી, બુધુભા પથુભા, જગુભા હરભમજી, ભુરૂભા શંકરસિંહ, મહેન્દ્રસિંહના કાકા, ધર્મરાજસિંહ અને હરદેવસિંહના દાદા તા. 2-6-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 13-6-2025ના શુક્રવારે અને સાદડી નિવાસસ્થાન ચાવડકા ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : ગંગાબાઈ (ઉ.વ. 55) તે નારાણભાઈ મેઘાભાઈ લખણપારના પત્ની, વાછિયા રાજાભાઈ પાયરના પુત્રી, ડાયા વાછિયા, બુધા વાછિયા, પેથા વાછિયા, આશા વાછિયા, રામા વાછિયા (ભાડરા), મેઘબાઈ લીલાધરભાઈ (ફુલરા), રત્નાબાઈ હીરજીભાઈ (કોઠારા), ભાણબાઈ મનજી (વરાડિયા), લીલાબાઈ વાલજી (ખારઈ)ના બહેન, બાબુલાલ, પ્રતાપ, સંજય, રેખાના માતા, મેઘાભાઈ ખીમાભાઈ લખણપારના પુત્રવધૂ, સુમારભાઈના ભાઈના પત્ની, મનજી, ભાણજી (વરાડિયા)ના ભાભીમા, લક્ષ્મીબાઈ નાનજીભાઈના ભાભી (નેત્રા), ગંગાબાઈ અરજણભાઈ (ગણેશનગર), વાલબાઈ વાછિયા (કોઠારા)ના ભાભી, ભૂમિ, રિયા, શિવન્યા, રૂપલ, મિર, નક્ષ, અંશના દાદી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-6-2025ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 13-6-2025ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વરાડિયા ખાતે.

કડુલી (તા. અબડાસા) : સંગાર ઈશા વેલા (ઉ.વ. 45) તે સંગાર જુમા, મ. સાલેમામદ, દાઉદ, સિધિકના ભાઈ, સલીમ, મુસા, અસલમ, શબ્બીરના કાકા, હાસમ જુસબ, હાજી સાલેમામદ, હાજી તમાચીના પિતરાઈ ભાઈ તા. 3-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કડુલી ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd