• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : યતીનભાઈ જયસુખલાલ હાથી (ઉ.વ. 83) તે કોકિલાબેનના પતિ, મીનુબેન પ્રવીણભાઈ વ્યાસ (અંજાર), જપન (કલ્પ ઇલેકટ્રોનિકસ)ના પિતા, સ્વ. ડોલરબેન જયસુખલાલ હાથી (રાજકોટ)ના પુત્ર, સ્વ. અનસૂયાબેન વિનોદરાય મહેતાના જમાઈ, સ્વ. નલિનભાઈ, પ્રધ્યુમનભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ. પંકજભાઈ, દીપકભાઈ (રાજકોટ), સ્વ. ધાર્મિષ્ઠાબેન બિપીનભાઈ ધોળકિયા, સ્વ. દેવયાનીબેન જયપ્રકાશભાઈ વસાવડા, સ્વ. રેખાબેન પ્રહલાદભાઈ ધોળકિયાના ભાઈ, પ્રવીણભાઈ વ્યાસ (અંજાર કોર્ટ)ના સસરા, આદિત્ય અને ધ્રુવના નાના, સ્વ. ઇન્દ્રવદન (ઈન્દુભાઈ), જગદીશભાઈ (જે. વી. મહેતા), સ્વ. કિરણભાઈ મહેતા, પંકજબેન અશ્વિનભાઈ વોરાના બનેવી તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 29-3-2025ના શનિવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર ડો. મનસુખલાલ અંતાણી (ઉ.વ. 94) સ્વ. જયંતકુમારી હરિલાલભાઇ અંતાણીના પુત્ર, સ્વ. દેવમણિબેનના પતિ, સ્વ. સુમિત્રાબેન વૃજલાલભાઇ ધોળકિયાના જમાઇ, અસ્મિતા, વર્ષા, વિનયના પિતા, સ્વ. ત્રિલોચનભાઇ વૈષ્ણવ, પંકજભાઈ વૈષ્ણવ (એડવોકેટ), અલ્પાબેનના સસરા તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ર8-3-2025ના સાંજે પ.30થી 6.30 હાટકેશ કોમ્પલેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

લાખોંદ (તા. ભુજ) : માતંગ ધનબાઇ બુદ્ધાભાઇ મતિયા (ઉ.વ. 65) તે બુદ્ધાભાઇ આતુ (નિવૃત્ત પોલીસ એ.એસ.આઇ.)ના પત્ની, પરબત, હરેશ, નાનુબેન, રાજુબેનના માતા, ડાયાભાઇ (બેંક ઓફ બરોડા-નિવૃત્ત)ના ભાભી, રમેશ, કાનજી, વેરશી, રામકુમાર, ભોજરાજ, અશોક, રાયશીં, બાબુલાલ, મોહન, પરેશ, નરેશના કાકી, માલશીં, કાનજી, ભરત ચુઇયા (ગાંધીધામ)ના બહેન, બાબુભાઇ ચુઇયાના ભત્રીજી તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 30-3-2025ના રવિવારે રાત્રે આગરી અને તા. 31-3-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન લાખોંદ ખાતે.

ધાણેટી (તા. ભુજ) : જીવાભાઇ રતાભાઇ બાલાસરા (પટેલ) (ઉ.વ. 94) તે સ્વ. રતાભાઇ તેજાભાઇ બાલાસરાના પુત્ર, સ્વ. ફૂલીબેનના પતિ, ભચુ રતા બાલાસરા (પટેલ)ના ભાઇ, સ્વ. રાજીબેન વાલજી માતા, ભગવાનજીભાઇ (રામપર-વેકરા), મીરાંબેન દાના છાંગા (માજી સરપંચ), સ્વ. દેવજીભાઇ (રૂડા પટેલ), શામજીભાઇ બાલાસરા (માસ્તર) (ંયદુનંદન ડેવલોપર્સ-માધાપર)ના પિતા, સખીબેન, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. સખીબેન, ભાનુબેનના સસરા, દેવજી ભચુ બાલાસરાના મોટાબાપા, સુનીલ, નીતિન, ધ્રુવ, રોહન, મંજુલા, ગોમતી, સગુણા, રામી, રાધા, દિવ્યા, પ્રિયાના દાદા, રણછોડ, સતીષ, રણછોડ, નંદલાલ, જીવીબેન, રાધા, રીટા, લક્ષ્મી, ગોમતીના નાના તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વથાણ ચોક, ધાણેટી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ચાકી હુશેન અલીમામદ (ઉ.વ. 85) તે સુલેમાન ચાકી (બાપાડો)ના પિતા, ચાકી જાકબ (માનકૂવા), ચાકી કાસમ (ઝરપરા)ના મોટા ભાઇ, હાજી શરીફ (મુંબઇ), જુસબ (કોટડા-રોહા)ના કાકાઇ ભાઇ, ચાકી ઓસમાણ (હાજી) (દુર્ગાપુર)ના સસરા, જુમાભાઇ, ઇબ્રાહિમ, રમજુ ચાકીના મોટાબાપા તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3- 2025ના શનિવારે સવારે 10થી 11 ખડિયા વિસ્તાર, માનકૂવા ખાતે.

ભારાપર (તા. ભુજ) : રાયમા હાજિયાણી અમીનાબાઇ હાજી સુલેમાન (ઉ.વ. 90) તે મ. હાજી સુલેમાન આદમ (નલિયાવાળા)ના પત્ની, ઇસ્માઇલ, હાજી મહમદહુશેન, અબ્દુલસતારના માતા, મ. સાલેમામદ વેલા (અંજાર), અલીમામદ કાસમ (નેત્રા)ના બહેન, મ. રાયમા ઉમર વિરમ (કોડાય), રાયમા અબ્દુલતીફ અધ્રેમાન (ભોધુભા-મુંબઇ)ના સાસુ, ઇકબાલ હમીદ, શબ્બીર હુશેન, સાજીદ હુશેનના દાદી. વસીમ, નજમલ, ઇરશાદ, સિકંદરના નાની તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3- 2025ના શનિવારે સવારે 10થી 11 રાયમા સમાજવાડી, રેહા રોડ, ભારાપર (ભુજ) ખાતે.

તલવાણા (તા. માંડવી) : પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ ગોદાવરીબેન રામજીભાઈ ગોહિલ (ઉ.વ. 75) તે સ્વ. રામજી માવજી ગોહિલના પત્ની, જયંતીભાઈ (તલવાણા), વિજયાબેન, કસ્તૂરબેન, કિશોરભાઈ (દહીસરા)ના માતા, ભરતભાઈ, દિનેશભાઈ (દહીસરા), જયાબેન, ગીતાબેનના સાસુ, શિલ્પા,નેહા (ભુજ), રોબિન, સચિન, દિવ્યના દાદી, આશિષ, આનંદ (ભુજ), ધારા, મોક્ષા, જાનકીના દાદીસાસુ, દર્શના પરદાદી, ડિમ્પલ, રિંકલ, કપિલ, મીતના નાની, રોનક, પર્વ, શ્લોક, હેનીના પરનાની, ગં.સ્વ. ઈશ્વરબાળા મેઘજી (તલવાણા), રસીલાબેન નરાસિંહભાઈ (દેવીસર), સ્વ. મંજુલાબેન ખીમજી (ભુજપર)ના દેરાણી, સ્વ. કંકુબેન રવજી (દેસાઈપુરા), સ્વ. પ્રેમીલાબેન જગદીશ (દેવીસર)ના ભાભી, જયંતીલાલ (ભુજ), કિશોરભાઈ (મુંદરા), હરેશભાઈ (માધાપર), ચંદુભાઈ (ભુજ), સંધ્યાબેન (મુંદરા)ના કાકી, સ્વ. રંજનબેન, હેમલતાબેન, હીનાબેન, હેતલબેન, સંજયભાઈ (મુંદરા)ના કાકી સાસુ, જિજ્ઞા (નારણપર), ભાવના (માધાપર), શૈલેષ, ચિરાગ, જગદીશ, પ્રશાંત, ભાવિન, દર્શિલના કાકાઈ દાદી, સ્વ. નરાસિંહ નાનજી પીઠડિયા (દેશલપર કંઠી)ના પુત્રી, સ્વ. દયાબેન જેરામભાઈ (કોટડા જડોદર), સરલાબેન ડાયાલાલ (રતાડિયા), મધુબેન દિનેશભાઈ (રામપર-વેકરા), ભાઇલાલભાઈ (મોમાયમોરા), હિતેનભાઈ (ભુજપર)ના બહેન તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2025ના શુક્રવારે બપોરે 3થી 4 જૈન મહાજન વાડી, તલવાણા ખાતે.

જખૌ (તા. અબડાસા) : હાલે ઘાટકોપર ગોસ્વામી ભાનુપુરી (ઉ.વ. 95) તે સ્વ. કરસનપુરીના પુત્ર, સ્વ. ધીરજબેનના પતિ, પ્રતાપપુરી, ભરતપુરી, અરુણાબેન, નયનાબેન, અનંત વિભૂષિત 1008 મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતી ઘાટવડના પુરવાશ્રમના પિતા, બચુબાઈ, સ્વ. કસ્તૂરબેનના દિયર, સ્વ. પદમપુરી (ઘાટકોપર), સ્વ. કૈલાશપુરી (જામનગર)ના ભાઈ, આનંદપુરી, વલ્લભપુરી, સુખદેવપુરી, નારાયણપુરીના કાકા, મહંત ઇન્દ્રભારતી ગુરુ પ્રેમભારતી (જુનાગઢ  પુર્વાશ્રમ)ના ફુવા, સ્વ. જ્ઞાનગિરિ (જખૌ)ના જમાઈ તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 7-4-2025ના બપોરે 12 વાગ્યે તથા શંખાઢોળ ભંડારો તેમજ સંતવાણી રાત્રે 9 વાગ્યે ભારતી આશ્રમ, ગાટવડ ખાતે.

રાજકોટ : મેંદરડા નિવાસી કલ્પેશ (પિન્ટુભાઇ) (ઉ.વ. 46) તે સ્વ. નગિનકુમાર નાથાલાલ બદાણીના પુત્ર, યોગેશભાઇ (લાલભાઇ)ના ભાઇ, પ્રકાશચંદ્ર અમૃતલાલ સંઘવી (જૂનાગઢ)ના જમાઇ, તૃપ્તિબેનના પતિ, વીરના પિતા, સારિકાબેન બદાણી, ફાલ્ગુનીબેન જસ્મિનભાઇ અજમેરાના બનેવી, દર્શન અને હર્ષના કાકા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ ખાવડાના કાંતિલાલ ટલૂમલ કક્કડ (બારદાનવાળા) (ઉ.વ. 55) તે નીતાબેનના પતિ, યશ અને કરણના પિતા, સ્વ. કાન્તાબેન જમનાદાસ, વાગજીભાઈ, ધીરજભાઈ, દીપકભાઈના ભાઈ, જેન્તિલાલ વેલજી મિરાણી (ભચાઉ)ના જમાઈ, અંજલિ, તુષાર, શિવાંગના મોટાબાપા, જિજ્ઞા, કૈલાશ, ભાવેશના મામા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 28-3-2025ના શુક્રવારે 4થી 6 પ્રમુખ સ્વામી નગર, શેરી નં. 5, ઘર નં. 62, ભુજ ખાતે. પ્રાર્થનાસભા તા. 29-3-2025ના શનિવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મલાસિંહની વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

અંજાર : નંદનભાઇ વાઘમશી (સોરઠિયા) (ઉ.વ. 19) તે ગ.સ્વ. દર્શનાબેન (ડાયબેન) રમેશભાઇ વાઘમશીના પૌત્ર, ઊર્મિલાબેન આશિષભાઇ વાઘમશીના પુત્ર, વર્ષાબેન અતુલભાઇ વાઘમશી, વૈશાલીબેન કપિલભાઇ વાઘમશીના ભત્રીજા, હંસલ, શુભ, જય, જીત, હેત, દક્ષના ભાઇ, મુકતાબેન શામજીભાઇ બલદાણિયાના દૌહિત્ર તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2025ના શુક્રવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.

 અંજાર : આહીર ગાવિંદ (સંદિપ) ત્રિકમભાઈ (ઉ.વ. 23) તે ગં.સ્વ. જોમાબેન જીવાભાઈના પૌત્ર, ડાઈબેન ત્રિકમભાઈના પુત્ર, રસીલાબેનના દિયર, હરેશભાઈ, અરાવિંદભાઈ, ભાવેશ, વિવેકના ભાઈ તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. બેસણુ નિવાસસ્થાન ગુરુકુળ-2, અંજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : સરસ્વતીબેન હિંમતલાલ પઢારિયા (ઉ.વ. 78) તે સ્વ. હિંમતલાલ બચુભાઇના પત્ની, ચંદુલાલ બચુભાઇના નાના ભાઇના પત્ની, પરેશ, બિંદુના માતા, પ્રીતિબેન, જિતેન્દ્ર પિત્રોડાના સાસુ, મુકેશભાઇ, વિજયભાઇ, લતાબેનના કાકી, માલતીબેન, હર્ષિદાબેનના કાકીજી સાસુ, ચેતન, રાધિકા, સુમન, રોનક, સૃષ્ટિના દાદી, મુકુન્દ હંસોરા, ભાવિક હંસોરાના દાદીસાસુ, મિશિક, જીયાના પરનાની, સ્વ. મૂળજી પ્રાગજી રાઠોડના પુત્રી, પ્રશાંત મૂળજી રાઠોડના મોટા બહેન તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2025ના શનિવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : પ્રેમિલાબેન નાગશી મહેશ્વરી (આયડી) (ઉ.વ. 50) તે સ્વ. ખેતશી માલશીના પુત્રવધૂ, હરષિ દેવશી કનર (મેરાઉ, તા. માંડવી)ના પુત્રી, દિનેશ, દિલીપ, મીરા શામજી ડુંગડિયાના માતા, કેવિન, જીનલ, શિવાંશના દાદી, સંધ્યા, મયૂર નાની, દયારામભાઈ, કાનજીભાઈ, હીરાલાલ, નરસીભાઈ, સ્વ. ચાગબાઈ  શામજી રોશિયા, લક્ષ્મીબેન મંડાણ રોશિયા, માકબાઈ ખેરાજ લાંભાના ભાઈના પત્ની તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 30-3-2025ના રવિવારે રાત્રે આગરી, તા. 31-3-25ના સોમવારે સવારે પાણી નિવાસસ્થાને નાગશી ખેતશી મહેશ્વરી (રીક્ષાવાળા) રામ મંદિર, જૂનાવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબા મીઠુભા ઉર્ફે લાધાજી સોઢા (ઉ.વ. 96) તે સ્વ. મીઠુભા વેલાજી સોઢાના પત્ની, મુળૂભા, સ્વ. પ્રતાપસિંહ, હીરાબાના માતા, મહેન્દ્રસિંહના દાદી, દિલીપસિંહ શિવુભા જાડેજાના નાની તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2025ના સાંજે 5થી 6 ગાયત્રી મંદિરની બાજુમાં, સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

રતિયા (તા. ભુજ) : ભોરીયા અલાના ફકીરમામદ (પૂર્વ સોલીસ સ્ટેશન) (ઉ.વ. 65) તે જુસબ ફકીરમામદના ભાઇ, ઇબ્રાહિમ (ડોક્ટર), સોહેલ (ભાભા), ફૈઝલ, ફારૂકના પિતા, શેખ એજાઝના સસરા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. તાજિયાત તા. 27, 28, 29 (ત્રણ દિવસ) નિવાસસ્થાને કમિટી હોલ, રતિયા ખાતે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ચેતનાબેન બાલ્કૃષ્ણ પંડ્યા (ઉ.વ. 48) તે ગં.સ્વ. પુષ્પાબેન હીરાલાલ પંડ્યાના પુત્રવધૂ, બાલ્કૃષ્ણના પત્ની, હાર્દિક, મીતના માતા, રમેશચંદ્ર, ઉર્મિલાબેન ભરતકુમાર રાજગોર, ગં.સ્વ. પ્રેમીલાબેન પ્રફુલકુમાર પંડ્યા, સ્વ. ભાવનાબેન સુભાષભાઈ વ્યાસના ભાભી, લતાબેન પંડ્યાના દેરાણી, માનસીના સાસુ, તથ્યાના દાદી, રિદ્ધિ સત્યમકુમાર વ્યાસ, ક્રિષ્ના રાજકુમાર પંડ્યા, કાવ્યાના કાકી, પ્રીતિ, બીના, પાર્થ, સીમા, ઉર્વી, જય, રાજના મામી, સિયાના નાની, કમળાબેન કરુણાશંકર પંડ્યા, જ્યોત્સનાબેન કીર્તિકુમાર પંડ્યા, આરતીબેન ગિરજાશંકર પંડ્યા, નીરૂબેન કિશોરચંદ્ર પંડ્યાના ભત્રીજાવહુ, મંજુલાબેન શરદચંદ્ર જોશી (માધાપર)ના પુત્રી, કપિલભાઈ, ચંદ્રેશભાઇના બહેન, પલ્લવીબેન, હિમાબેનના નણંદ, અસ્મિતા, હેત, ધ્વનિતના ફઈ તા. 25/03/2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 પાતાળીયા હનુમાનજી મંદિર હોલ, અંતરજાળ (આદિપુર) ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ક.ગુ. ક્ષત્રિય ભારતીબેન તે સ્વ. શાંતાબેન ખીમજીભાઇ ટાંકના પુત્રવધૂ, સ્વ. કનૈયાલાલ ખીમજીભાઇના પત્ની, જયકુમાર, નિખિલ, પાર્થના માતા, રિદ્ધિના સાસુ, ગં.સ્વ. સ્નેહાબેન હસમુખભાઇના દેરાણી, ગં.સ્વ. દમયંતીબેન જીવરામભાઇ રાઠોડ (કુકમા), સ્વ. ચંપાબેન પ્રફુલભાઇ વાઢેરના ભાભી, ગં.સ્વ. દેવકન્યાબેન ગિરીશભાઇ વરૂ (નાગલપર)ના વેવાણ, ભાવનાબેન જેઠવા (હિંમતનગર), માલાબેન પરમાર (અમદાવાદ), જિતેન્દ્ર રાઠોડ (કુકમા), અવનીબેન ચૌહાણ (ભુજ), ખોરસ વાઢેર (અમદાવાદ), અંજના જેઠવા (અંજાર)ના મામી, ધૈર્યા જેઠવા (અમદાવાદ), હાર્દિક (હૈદરાબાદ)ના કાકી તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2025ના શનિવારે સાંજે 5થી 6 ક.ગુ. ક્ષત્રિય સમાજવાડી, સિનુગ્રા ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : દેવાધભાઈ મગનભાઈ ગઢવી (તુરીયા) (ઉ.વ. 55) તે શ્રીબેનના પતિ, જેતબાઈ, ભાણભાઈ, રામ, સામતના પિતા, સ્વ. ખીમરાજ મગન, લાછબાઈ પુનશીભાઈ મૌવર (ભાડિયા), પુરબાઈ પાલુભાઈ વડળ (મોટી ભુજપુર)ના ભાઈ, સ્વ. રામભાઈ નારાણભાઈ વડળ (મોટી ભુજપુર)ના જમાઈ, કરસનભાઈ, રાજીયાભાઈ, કાનાભાઈ, કામઇ, ભાણબાઈ, હાસબાઈના કાકા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાવળપીર દાદાના મંદિરની બાજુમાં આવેલા નિવાસસ્થાને. ઉત્તરક્રિયા (પાણી)  તા. 6-4-2025ના રવિવારે.

તેરા (તા. અબડાસા) : ખત્રી હાજી દાઉદ મુસા (ઉ.વ. 86) તે મ. સુલેમાન (ભુજ), હાજી અબુબકર, અબ્દુલ ગફુર, જેનબબેન ઈલીયાસ (ભુજ)ના ભાઈ, મ. હાજી અદ્દેમાન, ખેરુનબાઈ અબ્દુલલતીફ (ભુજ), ખુસિયતબાનુ અ.શકુર (ભુજ), બિલકિસબાનુ અનવર (ભુજ), ફિરોજાબાનુ હનીફ (અંજાર)ના પિતા, તોશીફના દાદા તા. 27-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 ખત્રી જમાતખાના, તેરા ખાતે ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd