• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : નીતિનભાઇ પરમાર તે સ્વ. ધારશી જાદવજી પરમાર (શ્રીરામ ટાયવરવાળા)ના પુત્ર તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26-3-2025ના સાંજે 6.15 વાગ્યે નિવાસસ્થાન પ્રમુખસ્વામી નગર, શેરી નં. 5, મકાન નં. 63થી સોનાપુરી જવા નીકળશે.

ભુજ : તૃપ્તિબેન કોઠારી (ઉ.વ. 49) તે કુંદુવાડી (મહારાષ્ટ્ર) નિવાસી પરેશભાઇ તેજપાલભાઇ કોઠારીના પત્ની, ગં.સ્વ. શારદાબેન તેજપાલભાઇ કોઠારીના પુત્રવધૂ, સ્વ. ઉર્મિલાબેન ત્રિકમજી જેઠાલાલ સેજપાલ (ભુજ)ના પુત્રી, મનન, પ્રતીકના માતા, કૌશિકભાઇ, છાયાબેન સુભાષભાઇ પવાણીના ભાભી, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. કલ્પના (બાઇયા), સ્વ. જિતેન્દ્ર, જયેન્દ્રના બહેન, સ્વ. શારદાબેન, સ્વ. પ્રભાબેન, વિમળાબેનના નણંદ, પ્રકાશ, અમિત, આનંદ, તૃષ્ણા, હેન્સી, ચિરાગ, અક્ષય, સ્વ. રોહિણી, જાનકી, રવિ, રાજના ફઇ, પૂજા, હિનલના માસી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 છછ ફળિયા, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ સમાઘોઘાના જમનાદાસ કાનજી કોચરા (મહેશ્વરી) (ઉ.વ. 68) તે સ્વ. કાનજી કોચરાના પુત્ર, કાન્તાબેનના પતિ, પાર્થ, મિત્તલ, જિનલ (એડવોકેટ)ના પિતા, ધીરેન ધારશીભાઇ મતિયાના સસરા, મગન મૂળજી ધેડા (મોટા કપાયા)ના જમાઇ, મગનભાઇ, સ્વ. આત્મારામ, સ્વ. રવજી, લક્ષ્મીબેન બાબુભાઇ ધુળિયાના ભાઇ તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-3-2025ના નિવાસસ્થાન સંતોષી માતાના મંદિરની પાછળ, નૂતન સોસાયટી, ભુજ ખાતે.

ભુજ : અકીલભાઇ આદમઅલી જમાલી (ઉ.વ. 65) તે અબ્દુલહુશેન અને અલીઅસગરના પિતા, શોકત આદમઅલી જમાલીના ભાઇ, અબ્બાસ અને રશીદા મુરતઝા (જામનગર)ના કાકા તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. ત્રિજયાના સિપારા તા. 26-3-2025ના મગરીબ-ઇશા નમાજ બાદ બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : પરમેશ્વરીબેન પરમાનંદ સુખવાણી (ઉ.વ. 83) તે પરસોત્તમ (ભારત ફેન્સી સ્ટોર), મહેશ (ભારત ગારમેન્ટ), ભરત (ભારત હોઝિયરી), આરતી ભગવાન વાંગાણી (જોધપુર), પૂજા વિજય મોતિયાણી, નિશા હરેશ ઇસરાની (આદિપુર)ના માતા તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2025ના બુધવારે સાંજે 6 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાછળ, ગાંધીધામ ખાતે.

આદિપુર : રવિ રાધાકિશન ક્રિપલાની (ઉ.વ. 49) (તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કર્મચારી તથા ગાંધીધામ કો-ઓ. બેંકના ડાયરેક્ટર) તે ગં.સ્વ. મધુબેન રાધાકિશન (ટીએફજીપી કોલેજ)ના પુત્ર, સોનીબેન ક્રિપલાનીના પતિ, જાનવી અને જતિનના પિતા, પરમાનંદ ક્રિપલાની, રમેશ ક્રિપલાની, સ્વ. ગુલાબ ક્રિપલાનીના ભત્રીજા, નીરજ (ટીસીસી કોલેજ), મહેશ (ટીએફજીપી કોલેજ), નરેશ, મનોજ, લલિત, રામ, તરુણા, ચંદા, કવિતા, મમતા, કોમલ, વીના, જ્યોતિ, વિશાલ, સ્વ. લોકેશના ભાઇ, ધીરજ, વંશિકા, ગર્વ, નિહારિકા, જિયાન, રેહાન, હાર્દિક, લવેશ, ટીઆના કાકા તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. પઘડી તા. 26-3-2025ના બુધવારે સાંજે 6.30 વાગ્યે મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ટોડા (કચ્છ)ના હાલે વલસાડ કિરીટભાઈ દહીંસરિયા તે રાઘવજીભાઈ હીરજીભાઈ દહીંસરિયાના પુત્ર, અનિલાબેનના પતિ, ભાવિનના પિતા, જ્યોતિબેનના સસરા, પ્રિત-પ્રિશાના દાદા, હસુમતીબેન, સ્વ. કિશોરભાઈ, હરિશભાઈ, લતાબેન, નીતિનભાઈના ભાઈ, ઈન્દુબેન ભીમજીભાઈના જમાઈ, જેઠાલાલ મીઠુભાઈના ભાણેજ, જગદીશભાઈ પ્રેમજીભાઈ દુધૈયાના વેવાઈ તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તાની બાજુમાં, મેઘપર રોડ, અંજાર ખાતે.

રાયધણપર (તા. ભુજ) : ભીમાભાઇ ચોથાભાઇ ચાવડા (ઉ.વ. 85) તે બાબુભાઇ, જગદીશભાઇ, કંકુબેન, હંસાબેનના પિતા, સ્વ. અંબાલાલભાઇના ભાઇ તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.

કોટાય (તા. ભુજ) : લખીબેન રાણાભાઇ બત્તા (આહીર) (ઉ.વ. 100) તે ધનજીભાઇ, જેશાભાઇ, ભચુભાઇ, ફુલીબેન ગોપાલભાઇ છાંગા, મેઘીબેન લખણાભાઇ વારોત્રા, રાજીબેન વાલજીભાઇ ખાસાના માતા તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોટાય (તા. ભુજ) ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : જગદીશ બાબુભાઇ દાફડા (ઉ.વ. 18) તે મેઘબાઇ બાબુ દેવશીં દાફડાના પુત્ર, સોનબાઇ દામજી દાફડાના પૌત્ર, રોશિયા પ્રકાશ પચાણ (સિખનિયા)ના સાળા, હંસરાજ તથા મેઘરાજ (નાની ભુજપુર)ના ભાણેજ તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મોટા ભાડિયા (તા. માંડવી) : વાલાભાઇ ડોસાભાઇ ગઢવી (મુંધુડા) (ઉ.વ. 76) તે ખીમશ્રીબેનના પતિ, સજણ ડોસાભાઇ, સ્વ. કરશન ડોસા, સ્વ. કમશ્રીબેન માણેક મૌવર (ભાડિયા), દેશાબેન સવરાજ સિંધિયા (ભાડા), માકબાઇ ગોપાલ બારોટ (બોરાણા), ખીમશ્રીબેન વાલજી શેડા (ભાડિયા)ના ભાઇ, સવરાજ, હીરબાઇ નાગાજણ મૌવર, સોનબાઇ પુનશી મૌવર, રાજબાઇ ગોપાલ મૌવર, લાછબાઇ વાલજી મૌવર, વાલબાઇ સજણ સિંધિયા (ભાડા), રાણબાઇ પુનશી સિંધિયા (ભાડા)ના પિતા, ગોપાલ, ગોવિંદ, દેવશ્રીના દાદા, સ્વ. દેવરાજ કલ્યાણ મૌવર (ભાડિયા)ના જમાઇ, લખમણ દેરાજ, રામ દેરાજ મૌવરના બનેવી, રામ, હમીર, હરિ, કાનજી, અરજણ, રતનના મોટાબાપા તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા ભાડિયા-નાની ખાખર રોડ પર અજાણી વાડી વિસ્તાર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 4-4-2025ના શુક્રવારે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા કરશનજી આશાજી (ઉ.વ. 29) તે સ્વ. આશાજી દેરાજજીના પુત્ર, ચાંદુભા, દિલીપસિંહ, અનિલસિંહના મોટા ભાઇ, હેમરાજજી, ખેતાજી રાણાજીના ભત્રીજા, ભીમાજી, દેશરજીના પૌત્ર, ખેંગારજી રૂપસંગજીના કાકા, નોંધણજી, રતનજી, બુધુભા, સામતજી, જીલુભા, મહિપતસિંહ, અર્જુનસિંહના ભાઇ, સોઢા રાસુભા હાકમજી (કંકાવટી)ના ભાણેજ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 30-3-2025ના રવિવારે દશાવો અને તા. 31-3-2025ના સોમવારે બારસ તથા સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

ખાંભલા (તા. નખત્રાણા) : પીરશ્રી સોઢા ટપુભા માનસંગજી (ઉ.વ. 48) તે જસુભા, સ્વ. બલુભાના મોટા ભાઇ, મયૂરસિંહ, હરદેવસિંહના પિતા, શિવરાજસિંહના દાદા, પીર નાથુસિંહ ભેરજી (ગેચડા), પીર ભમરસિંહ તુગજીના ભત્રીજા, શક્તિસિંહ જામસિંહ, નારાણજી પાબુસિંહ (રાજસ્થાન)ના કાકાઇ ભાઇ, સ્વ. જાડેજા ખીમાજી ચાંદાજી (નાભોઇ)ના જમાઇ તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખાંભલા ખાતે.

ભચાઉ : નીતિન (ઉ.વ. 50) તે દમયંતીબેન અને સ્વ. ધરમશીભાઇ પૂજારાના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન વેલજી કાનજી પૂજારાના પૌત્ર, નયનાબેનના પતિ, આકાશ, સાગરના પિતા, હેતલબેન નીલેશકુમાર રાજદેના ભાઇ, પૂજા, પ્રિયા, નિધિ, શિવના મામા, જયાબેન હરિલાલ રામાણી (આદિપુર), શંભુલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ભાવનાબેન વિઠ્ઠલદાસ સોમૈયા (દ્વારકા), સ્વ. નટવરલાલ, છગનલાલ, ઘનશ્યામ, નરેન્દ્રના ભત્રીજા, સ્વ. ભગવાનજી ફૂલચંદ પોપટ (પલાંસવા / ગાંધીધામ)ના જમાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, ભરતભાઇ, નવીનભાઇ, જીતુભાઇ, પુષ્પાબેન હરગોવિંદભાઇ હાલાણી (હારિજ), મંજુલાબેન પ્રભુલાલ પૂજારા (ગાંધીધામ), પ્રભાબેન પ્રવીણભાઇ રાજદે (ભચાઉ), કલ્પનાબેન હસમુખલાલ રતાણી (પાટણ), હંસાબેન પીયૂષકુમાર સેજપાલ (પાટણ)ના બનેવી, સ્વ. રણછોડ કાનજી સોમેશ્વર (ગાગોદર / અંજાર)ના દોહિત્ર, સ્વ. ભગવાનજી, સ્વ. નરભેરામ, જગદીશભાઇના ભાણેજ તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.

ભચાઉ : ભટ્ટી ગોવિંદભાઇ (ઉ.વ. 53) તે રતનબેન કરમણભાઇ લગધીરભાઇના પુત્ર, ભાવનાબેનના પતિ, સવજીભાઇ, કાનજીભાઇ, રમેશભાઇના ભાઇ, માવજીભાઇ, વેલજીભાઇ, નાગજીભાઇ, ચંદુલાલના ભત્રીજા, ગોહિલ બચુભાઇ મેઘજીભાઇ (આડેસર)ના જમાઇ, કિશન, રિંકુના પિતા, મયૂર, જયદીપ, શોભના, ભૂમિકા, જાગૃતિ, રવિના, અંજલિ, હિરલ, ભારતીના કાકા, અંજલિ, કૃપાલી, સાહિલના મોટાબાપા તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 27-3-2025ના ગુરુવારે અને ઉત્તરક્રિયા તા. 4-4-2025ના શુક્રવારે જલારામ સોસાયટી, ભચાઉ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd