ભુજમાં બેંક ઓડિટ વિષયે યોજાયો સેમિનાર

ભુજમાં બેંક ઓડિટ વિષયે યોજાયો સેમિનાર
ભુજ, તા. 18 : આગામી 2022-23ની બેંક ઓડિટની જવાબદારીને અનુલક્ષીને આઈસીએઆઈની ભુજ શાખા દ્વારા એક ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંક ઓડિટને લગતા વિવિધ વિષયો પર વડોદરા, અમદાવાદ અને ભુજના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરાના સીએ નયન પરીખે લોંગ ફોર્મ ઓડિટ રીપોર્ટની સુધારેલ જોગવાઈઓ વિશે, અમદાવાદના સીએ બ્રિજ શાહે ઓડિટનાં આયોજન વિશે અને સીએ મહર્ષિ શુક્લએ કોર બેન્કિંગ સિસ્ટમ વિશે, ભુજના સીએ ભાવિ ઠક્કરે ધિરાણ અને તેનાં વર્ગીકરણના નિયમો વિશે સભ્યોને માહિતગાર કર્યા હતા. બહોળી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે બ્રાન્ચના ચેરમેન સીએ વિજય ઠક્કર અને પૂર્વ ચેરપર્સન્સ દ્વારા દીપ પ્રાગટય કરી આ વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તથા ચેરમેને આવકાર આપી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કુલ ચાર સત્રમાં વહેંચાયેલા કાર્યક્રમમાં વાઇસ ચેરમેન સીએ જગદીશ હીરાણી, પૂર્વ સીએ ચેરમેન ઝહીર મેમન, ખજાનચી સીએ મનીષા જોષી અને કમિટીના સભ્ય સીએ હાર્દિક એન. ઠક્કર વિવિધ સત્રોમાં પ્રમુખસ્થાને રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સીએ હાર્દિક કે. ઠક્કર, સીએ પૃથ્વી મહેતા અને સીએ વિશ્વા મોઢ અને આભારવિધિ બ્રાન્ચના સેક્રેટરી સીએ ભાર્ગવ શંકરવાલાએ કર્યા હતા. સીએ રાજ દાવડાએ આયોજનમાં યોગદાન આપ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust