અબડાસામાં 140 લાખના વિકાસકામોને મંજૂરી

નલિયા, તા. 18 : ઉનાળાના સમય દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સંગીન વ્યવસ્થા ગોઠવવાની સાથે સુઝલામ યોજના હેઠળ અને વિવિધ સરકારી યોજનાઓના કામો સત્વરે પૂરા કરવા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી એઁટીવીટીની બેઠકમાં વિવિધ ખાતાના અધિકારીઓને તાકીદ કરાઈ હતી. પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એટીવીટી હેઠળ દોઢ લાખના વિકાસકામો બહાલ કરાયા હતા. તદઅનુસાર 68 ગામમાં 128 લાખના કામો ઉપરાંત 12?ગામ માટે અંગભૂતના 22?લાખના કામો બહાલ કરાયા હતા. આ કામો આગામી નાણાકીય વર્ષ દરમ્યાન હાથ ધરાશે, જેમાં સીસી રોડ, પેવરબ્લોકના કામ, ગટરના કામો, પ્રાથમિક શાળા, સ્મશાન, કબ્રસ્તાનની દીવાલના કામો, પા. પૂ. પાઈપલાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com