મુંદરામાં થયેલા કરોડોના ગોટાળાને લઇને સીબીઆઇની ટીમના ધામા
મુંદરા, તા. 18 : કરોડો રૂપિયાના યુક્તિપૂર્વક કરવામાં આવેલા આર્થિક ગોટાળાને સપાટી ઉપર લાવવા માટે સી.બી.આઇ.ની 12 અધિકારીની ટીમે બે દિવસથી મુંદરામાં ધામા નાખ્યા હતા. અંડર વેલ્યુએશન અને મિસડિક્લેરેશનના અનેક બનાવો બની ચૂક્યા છે અને જે તે સમયે તંત્રની ઝપટે પણ ચડયા છે, પરંતુ સી.બી.આઇ.ની ટીમ તાજેતરમાં સી.ડબલ્યુ.સી.એ કન્ટેનર હેન્ડલિંગનું કામ પ્રથમ ઓલ કાર્ગો સી.એફ.એસ.ને આપ્યું. પ્રતિ કન્ટેનર રૂા. બે હજારના હિસાબે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશને ચાર્જ ચૂકવ્યો પણ?ઓલ કાર્ગો આ કામ વચ્ચેથી છોડીને આ જ કામ સ્પિડી ગ્રુપને સોંપ્યું. નોંધપાત્ર વિગત એ છે કે, સ્પિડી ગ્રુપના નામે વાસ્તવમાં કામ તો ઓલ કાર્ગો જ કરે છે. સમગ્ર ઘટનાક્રમમાં કરોડો રૂા.નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સૂત્રો કરે છે. સી.ડબલ્યુ.સી. સરકારી સાહસ છે, જે છાનબીન કરવામાં આવી છે એની સ્પષ્ટ વિગતો હજુ બહાર આવી નથી, પણ કરોડો રૂા.ના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા છે. જોવાનું એ રહે છે કે, જ્યારે કેસ દાખલ કરવામાં આવશે ત્યારે સમગ્ર આર્થિક કૌભાંડ કેટલા કરોડે પહોંચે છે એ જાણવા મળશે. નોંધપાત્ર વિગત એ પણ છે કે, સક્ષમ એજન્સીએ સ્થાનિકે હાજર હોવા છતા સી.ડબલ્યુ.સી.ના કરારની તપાસ સી.બી.આઇ. કેમ કરી રહી છે ? વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com