નલિયામાં આજે દબાણ હટાવ વચ્ચે 13 જણ હાઇકોર્ટમાં
નલિયા (તા. અબડાસા), તા. 18 : તાલુકા મથકે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રવિવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઇ રહી છે ત્યારે પંચાયતના આ નિર્ણયથી નારાજ થઇ 13 દબાણકારે હાઇકોર્ટનાં દ્વારા ખખડાવતાં દબાણ હટાવ મુદ્દે નવું પરિમાણ ઉમેરાયું છે. અલબત્ત, સ્થાનિક ગ્રામ પંચાયત દબાણ?હટાવવા મક્કમ છે તેવું જણાવાયું હતું.કુંભાર જુસબ હુસેન અને અન્ય 12 જણે પોતાના વકીલ એમ. એચ. જત મારફતે સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન ગુજરાત હાઇકોર્ટને કરી છે, જેમાં દબાણકારોએ જણાવ્યું છે કે, પોતે નાના ધંધાર્થીઓ છે. ગ્રા.પં. દ્વારા પંચાયત ધારાની વિરુદ્ધ છે. એટલું જ નહીં દબાણ હટાવવા પૂર્વે દબાણકારોને સાંભળવામાં આવ્યા નથી. વર્ષ 2013માં દબાણકારોને નોટિસ મળતાં દબાણકારોએ દબાણો દૂર કર્યા હતા. જ્યાં સુધી રિટ પિટિશનનો નિકાલ ન આવે ત્યાં સુધી કાયદો હાથમાં ન લઇ દબાણો ન હટાવવાની દાદ માગી છે. બીજીતરફ જૂથ પંચાયતના સરપંચ રામજીભાઇ કોલી, ઉપસરપંચ જશપાલસિંહ જાડેજા, તલાટી સહમંત્રી ભરતભાઇ પટેલ વગેરેએ પંચાયતની કાર્યવાહી પંચાયત ધારાની કાયદાકીય મર્યાદામાં રહીને કરાય છે. દબાણકારોને બેથી ત્રણ વખત નોટિસો આપવા ઉપરાંત અખબારોમાં જાહેર નોટિસ પણ અપાઇ હતી. તળાવની પાળ પરના દબાણકારોએ કોઇ પ્રતિસાદ ન આપતાં આખરે રવિવારથી ડિમોલેશનની કામગીરી હાથ?ધરાશે. પંચાયત દ્વારા ત્રણ?જે.સી.બી., 1 લોડર સહિતની મશીનરી, મજબૂત પોલીસ બંદોબસ્તના પહેરાથી દબાણ દૂર કરાશે તેવું જણાવાયું હતું. દરમ્યાન, મોડેથી કેટલાક દબાણકારો સ્વૈચ્છિક જમીન ખાલી કરવા તૈયાર થતાં કામગીરી રાતના પણ ચાલુ રહી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com