પૂર્વ કચ્છ એલ.સી.બી.એ બે સ્થળેથી 1.97 લાખનો શરાબ કબજે લીધો
ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે બે સ્થળે દરોડો પાડીને રૂા. 1.97 લાખનો શરાબ પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.અંજારના વિજયનગરમાં રહેતો આરોપી વિજય વિરા ગઢવી બોલેરો ગાડીમાં દારૂ ભરીને મેઘપર-કુંભારડીના આદિત્યનગરમાં એક મકાનમાં મૂકવાનો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરમ્યાન આ સોસાયટીના મકાન નં. 431 પાસે ઊભેલા વાહનમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના બિયર નંગ 1200 મળી આવ્યા હતા. જેની કિંમત રૂા. 1.20 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં બોલેરો જીજે.23. વી. 7213 કિં. રૂા. 2.50 લાખ સાથે કુલ રૂા. 3.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ કૃત્યમાં સામેલ આરોપી વિજય ગઢવીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અંજાર તાલુકાના વરસાણા ગામના તળાવ પાસે આવેલી ઓરડીમાં પોલીસે દારૂનો વધુ એક દરોડો પાડયો હતો. આ દરોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 એમ.એલની બોટલ નં. 216, 180 એમ.એલના કર્વાટરીયા નં. 20 સાથે કુલ રૂા. 77,600નો મુદ્દામાલ હસ્તગત લીધો હતો. ગુનામાં સામેલ આરોપી પ્રદીપસિંહ હેતુભા જાડેજા હાથમાં આવ્યો ન હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com