કચ્છી કન્યા સાથેનો ગુજરાતનો ટેબ્લો અવ્વલ

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુન:પ્રાપ્ય ઊર્જાના વધુ ને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા ઝીલી લઇને ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત થીમ આધારિત ઝાંખી 74મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી. 74મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી 17 રાજ્યની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબ્લો ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાતને પીપલ્સ ચોઇસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. કચ્છની હસ્તકલા ઉજાગર કરતાં પરંપરાગત વત્ર સજ્જ મહિલાની પ્રતિકૃતિ સાથેના આ ટેબ્લાએ પ્રજાસત્તાક પરેડ દરમ્યાન આકર્ષણ કેન્દ્રિત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો.રિન્યુએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની બેજોડ ઉપલબ્ધિને આ વખતની 26મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોનાં માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ મારફતે દેશનું સૌપ્રથમ 24ડ્ઢ7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, પીએમ કુસુમ યોજના મારફત સોલાર રૂફટોપથી ઊર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જા ક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વર્ષ-2022થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ખુ ઋજ્ઞદ ાહફારિંજ્ઞળિ મારફતે દેશની આમજનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી પીપલ્સ ચોઈસ એવોર્ડ આપવાનો પ્રારંભ કર્યો છે. નવી દિલ્હીમાં 31 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાત સરકારના માહિતી પ્રસારણ સચિવ અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંહ તથા માહિતી નિયામક આર. કે. મહેતાએ સ્વીકાર્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com