સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો અંગે તાકીદે પોલીસને જાણ કરો

સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો અંગે તાકીદે પોલીસને જાણ કરો
રાપર, તા. 31 : તાલુકાના સરહદી  ગામોને જોડતા બાલાસર પોલીસ મથકે  આજે પૂર્વ કચ્છ પોલીસવડાએ મુલાકાત લઈને લોકો સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.આગામી ફેબ્રુઆરી મહીનામાં કચ્છમાં યોજાનારી જી.20   સમુહ  દેશનું પ્રતિનિધિ મંડળ ધોળાવીરાની મુલાકાતે આવવાનું છે. તે અન્વયે પણ  આ બેઠકનું આયોજન કરાયું હતું. પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ લોકો અને પોલીસ  કર્મચારીઓને સરહદી વિસ્તાર પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. જો કોઈ અજાણ્યા શખ્સ કે અજ્ઞાત વાહનની હીલચાલ જણાય તો તુરંત પોલીસ મથકનો  સંપર્ક કરવા અથવા અધિકારીને જાણ કરવા સુચના આપી હતી.આ વેળાએ પોલીસવડા દ્વારા પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશન પણ કરવામાં આવ્યું હતું તેમજ  પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. પી.એસ.આઈ. ડી.એલ. ખાચર, મધાભાઈ પટેલ, દશરથસિંહ વાઘેલા, લખમણ પટેલ, વેલુભા વાઘેલા, રવજીભાઈ સુથાર, નારણભાઈ ચૌહાણ, માયાભાઈ ધૈયડા, હરખાભાઈ પટેલ, વિક્રમ દેસાઈ, અમરશી મોરી, દલસિંગ કાનાણી, જી.કે. ગુરખા, સુમતિભાઈ, રાજેન્દ્રસિંહ પરમાર વિગેરે  હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust