વડવા હોથી મોમાઇમા મંદિરે સત્તર ફૂટ લાંબી ધ્વજા ફરકાવાઇ

વડવા હોથી મોમાઇમા મંદિરે સત્તર ફૂટ લાંબી ધ્વજા ફરકાવાઇ
વડવા હોથી (તા. ભુજ), તા. 31 : અહીંના મોમાઇમા મંદિરે તાજેતરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત 30 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ સ્થાપિત કરી તેની ઉપર સત્તર ફૂટની ધ્વજા ફરકાવાઇ હતી. સમસ્ત મેઘમારૂ લોંચા પરિવાર સંચાલિત આ મંદિરે રૂા. 1.25 લાખના ખર્ચે ધ્વજસ્તંભ ખડો કરાયો હતો. ખારોઇ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તથા લોંચા પરિવારના ભૂવા મનજીભાઇ ઉગાભાઇ, ઉમામા તથા સમસ્ત પરિવારના હસ્તે ધ્વજસ્તંભ સ્થાપિત કરીને તેના ઉપર સવા સત્તર ફૂટની ધ્વજા ત્રિશૂલ સાથે ફરકાવવામાં આપી હતી. શરૂમાં સામૈયું કઢાયું હતું, જેનું કંકુ-તિલક સાથે સ્વાગત કરાયું હતું. મહાઆરતી, સમૂહ પેડી,  પ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નારણભાઇ લોંચા, લક્ષ્મણભાઇ લોંચા, અમૃતલાલ લોંચા, રમેશ મેઘજીભાઇ, ગોવિંદ કારૂભાઇ, વીરજીભાઇ લોંચા, રમેશ આલારામ, સતીશભાઇ, રમેશ પેથાભાઇ, કરમશીભાઇ વગેરે સહયોગી બન્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust