બાળાઓનાં કામથી વાલીઓને ગર્વ થવો જોઇએ

બાળાઓનાં કામથી વાલીઓને ગર્વ થવો જોઇએ
ભુજ, તા. 31 : `બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અન્વયે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આયોજિત `કોફી વીથ કલેક્ટર' કાર્યક્રમમાં વિવિધ સિદ્ધિ મેળવનારી બાલિકાઓએ ઉપસ્થિત રહીને જિલ્લા સમાહર્તા દિલીપ રાણા સાથે મન ખોલીને વિવિધ મુદ્દે ચર્ચા કરવા સાથે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટરે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત માતા-પિતા હોય છે. જેઓ પોતાની ક્ષમતા બહાર જઇને બાળકને અભ્યાસ સાથે અન્ય સગવડતા આપતા હોય છે. તેથી છાત્રોએ હારી જવાની માનસિકતા છોડીને વાલીઓને ગર્વ થાય તેવું કંઇ કરી બતાવવું જોઇએ. આજના યુગમાં વધતી જતી હરીફાઇમાં વિદ્યાર્થીમાં ખૂદ કંઇ કરી બતાવવાની તમન્ના હોવી જરૂરી છે. નિષ્ફળતા અંતિમ નથી હોતી, અનેક નિષ્ફળતા બાદ જ સફળતા મળતી હોય છે. તેથી સતત અભ્યાસ, ધગશ અને મજબૂત મનોબળ રાખવાથી સફળતા ચોક્કસ મળે છે.   અભ્યાસ, રમત-ગમત વગેરે ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારી બાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવનારી ભવ્યા દિનેશભાઇ ડાકી, એનસીસીમાં રાષ્ટ્રીય કક્ષાએ ટ્રેકિંગ ભાગ લેનારી માનવી હીરાભાઇ દેસાઇ, બાસ્કેટ બોલમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનારી સોનાબા અરાવિંદાસિંહ જાડેજા, આર્ચરીમાં રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવનારી જિજ્ઞા અરજણભાઇ રબારી, ચેતના સાકરાભાઇ રબારી, ધો. 10માં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનારી સાક્ષી અજયભાઇ પટેલ, દ્વિતીય ક્રમ મેળવનારી વિધી જગદીશભાઇ વાઘેલા, તૃતીયક્રમ મેળવનારી નિધિ અશ્વિનભાઇ કુંદરિયા, ધો. 12માં સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવનારી બીના રમેશભાઇ કચ્છી, દ્વિતીયક્રમે આવનારી ધ્રુવી હરેશભાઇ શંકર, તૃતીય ક્રમે આવનારી અપેક્ષા દિલીપભાઇ પટેલ, ધો. 12માં વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ આવનારી ધ્વની વિપુલકુમાર, દ્વિતીય ક્રમે આવનારી કિરણ કે. હડિયા, તૃતીય ક્રમે આવનારી સ્વાતી એસ. પરમાર, બન્ની વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારી પ્રથમ દિકરી સવિતા હરજીવનભાઇ મારવાડા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારી ઉર્વશી કરસનભાઇ મહેશ્વરી, દ્વિતીય આવનારી મમતા રામભાઇ વીરબહાદુર, તૃતીય ધ્રુતિ પ્રદીપભાઇ સુથાર, નિબંધ સ્પર્ધામાં  પ્રથમ આવનારી શીવાનીબા પ્રભુજી સોઢા,  દ્વિતીય આવાનારી ભૂમિ મહેન્દ્રભાઇ યાદવ, તૃતીય તનીષા જીતેન્દ્રભાઇ સેગર, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવનારી તસ્મીન ઇમરાન ખત્રી, દ્વિતીય  હિમાંશી રાજેશભાઇ મોઢ, તથા તૃતીય આવનારી કિરણબા મહેન્દ્રાસિંહ સોઢાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાલિકાઓએ પોતાના પ્રતિભાવો આપી કલેક્ટર દિલીપ રાણા સાથે વિવિધ મુદ્દે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી સુલોચનાબેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જયારે આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી ડો. પ્રજ્ઞાબેન ત્રિવેદીએ કરી હતી. સંચાલન ફોરમબેન વ્યાસએ કર્યું હતું. ચેતનભાઇ પેથાણીએ સહયોગ અપ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust