નાની ખાખરના સબ સ્ટેશનમાંથી 69 હજારના ત્રણ રિએક્ટરની ચોરી

ભુજ, તા. 31 : માંડવી તાલુકાના નાની ખાખર ગ્રુપ સબ સ્ટેશનની કચેરીની સાઇડમાં લાગેલા 11 કે.વી. કેપેસીટર બેન્કના રિએકટર નંગ-3 જેની કિંમત રૂા. 69,221ની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે જુનિયર એન્જિનીયર ભાવિનભાઇ ખીચડાએ કોડાય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 28-1ના રાતથી બીજા દિવસે સાંજ સુધી નાની ખાખરના સબ સ્ટેશન કચેરી પાસે 11 કે.વી. કેપેસીટર બેન્કના રિએકટર નંગ-3 કિં. રૂા. 69,221ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust