કચ્છમિત્રના બહુમાનને વધાવતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઇ

કચ્છમિત્રના બહુમાનને વધાવતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઇ
ભુજ, તા. 25 : મૂલ્યનિષ્ઠ પત્રકારિત્વ સાથે લોકજાગૃતિ અને લોકકલ્યાણ માટે સતત નિસબત સેવતાં `કચ્છમિત્ર' અખબાર દ્વારા `ગ્લોબલ કચ્છ'ના સંગાથે હાથ ધરેલી મતદાન જાગૃતિની સઘન અને અસરકારક ઝુંબેશને રાજ્ય ચૂંટણી પંચનો ખાસ એવોર્ડ મળતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલા અને યુવાન ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. દાનવીર ઉદ્યોગપતિ દામજીભાઇએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ પત્રો અને કચ્છમિત્રએ હંમેશાં લોકજાગૃતિના મંત્રને આત્મસાત્ કર્યો છે. લોકશાહીના યજ્ઞમાં વધુને વધુ મતદારો આહુતિ આપે એ ઉદ્દેશથી છેડાયેલી `જાગો રે જાગો...મારો મત મારી જવાબદારી....' પહેલથી વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર  વધારો થયો હતો. ઊર્જાશીલ ટ્રસ્ટી હાર્દિકભાઇએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે મતદાન એ લોકતંત્રનું હાર્દ છે અને તેના પ્રત્યેની ઉદાસીનતા દૂર કરવા  કચ્છમિત્રએ ગ્લોબલ કચ્છની સાથે મળીને ભગીરથ અભિયાન પાર પાડયું હતું અને રાજ્યનાં ચૂંટણીપંચે તેનું યોગ્ય જ બહુમાન કર્યું છે. આ માટે સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust