હોકી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા-બેલ્જિયમ સેમિમાં
ભુવનેશ્વર, તા.24: વિશ્વ નંબર વન અને ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ હોકી વિશ્વ કપની સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ ઉપરાંત વર્તમાન વિજેતા બેલ્જિયમે પણ સેમિમાં જગ્યા બનાવી છે. આજની પહેલી કવાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો રસાકસી બાદ સ્પેન વિરૂધ્ધ 4-3 ગોલથી રોમાંચક વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેરમી હેવર્ડે 32મી અને 36મી મિનિટે બે ગોલ કર્યાં હતા. ફિલન ઓગિલ્વીએ 29મી અને એરેન જલેસ્કીએ 31મી મિનિટે ગોલ કર્યાં હતા. સ્પેન તરફથી જેવિયર ગિસ્પર્ટે 19મી, માર્ક રેકસન્સે 23મી અને માર્ક મિરાલેસે 40મી મિનિટે ગોલ કર્યાં હતા. બીજા કવાર્ટર ફાઇનલ મેચમાં બેલ્જિયમનો ન્યુઝીલેન્ડ સામે 2-0 ગોલથી વિજય થયો હતો અને સેમિમાં જગ્યા બનાવી હતી. બેલ્જિયમ ટીમે મેચની 10 અને 1પમી મિનિટે ગોલ કર્યાં હતા. ભારતને ક્રોસઓવર મેચમાં હાર આપનાર ન્યુઝીલેન્ડની ટીમની વિશ્વ કપની સફર સમાપ્ત થઇ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com