2017 આંદોલનના ત્રણેય ચહેરા વિજેતા બન્યા
અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં 2017માં થયેલા આંદોલનના મુખ્ય ત્રણ ચહેરા ભલે અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હોય પરંતુ ત્રણેય ચહેરોઓ આજે ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. નોંધનીય છે કે, 2017માં ભાજપ માંડ કરીને વિધાનસભા ચૂંટણી જીતી શક્યું હતું અને અને નિષ્ણાંતો માને છે કે ગત ચૂંટણીમાં ભાજપ 99 બેઠકમાં સમેટાઈ જવા પાછળ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એ સમયે ચાલી રહેલા આંદોલન જવાબદાર હતા પણ આ ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ચૂંટણીમાં આંદોલનકારીઓની ત્રીપુટીમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાંથી અને જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાંથી ચૂંટણી જાત્યા છે. હાર્દિકને ભાજપે વિરમગામ બેઠક પરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આજે તેઓ ચૂંટણીમાં વિજયી બન્યા હતા. ઠાકોરને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેમાં તેમનો આજે વિજય થયો હતો. મેવાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડગામથી ચૂંટણી લડ્યા હતા અને તેમનો વિજય થયો છે.