સીમા સુરક્ષા માટે જાગૃત બનીએ

ભુજ, તા. 8 : કચ્છના કૈલાશ ગણાતા અને ધાર્મિક સાથે પર્યટન તેમજ સમરસતા માટે જગ વિખ્યાત કાળાડુંગર પર ગુરૂદત્તાત્રયનો ત્રિદિવસીય દત્ત જન્મોત્સવ ધામધુમપુર્વક ઉજવાયો. સમાપન સમારોહ ધર્મસભામાં ભુજ ના રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી સુખાનંદજીએ આ સ્થાન પર પહોંચતા વચ્ચે વેરાન જંગલ જોયા પછી અહીં છેક છેવાડે આ સ્થાન જોતાં ખૂબ જ પ્રસન્નતા થઇ. સમિતિની મહેનત સરાહનીય ગણાવી ભગવાન દત્તાત્રયના પ્રાગટયની કથા વર્ણવી હનુમાનજીના બળની વાત કહી સીમાના હિન્દુ જાગરણ માટે પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો. સીમાજન કલ્યાણ સમિતિના પ્રાંત ઉપાધ્યક્ષ હિંમતસિંહ વસણએ છેલ્લા બાવીસ વરસથી ઉજવાઇ રહેલા આ ઉત્સવ વિષે વાત કરી હતી, આર.એસ.એસ.ના વિભાગીય કાર્યવાહ રવજીભાઇ ખેતાણીએ આવતા વરસથી આ ઉત્સવમાં કચ્છના તમામ હિન્દુ સમાજને જોડવા માટે આજથી જ એ દિશામાં કામે લાગી જવા કાર્યકરોને અપીલ કરી હતી. કાર્યક્રમ પ્રારંભે દત્તમંદિર વિકાસ સમિતીના પ્રમુખ હીરાલાલ રાજદેએ મહેમાનો સહીત સહુને આવકાર સાથે સ્વાગત કરી અહીં દિનપ્રતિદિન થઇ રહેલા વિકાસ અને પાછલા એકવીસ વરસના અનુભવો સાથે ખાટી મીઠી વાતોને મમળાવી સમિતીના સાથીઓની ટીમના સહયોગને બીરદાવ્યો હતો. પદયાત્રાના પ્રભારી પ્રવિણભાઇ પુજારા અને દીનેશભાઇ ગજ્જર, પ્રારંભથી સહયોગી રહેલા હિંમતસિંહભાઇ વસણ, આર.એસ.એસ.ના પ્રાંત સેવા પ્રમુખ નારાણભાઇ વેલાણી, કચ્છ યુવક સંઘના સ્થાપક ટ્રસ્ટી કોમલભાઇ છેડા, છેલ્લા પંદર વરસથી સતત બે દિવસ ચા, નાસ્તા, સાથે બન્ને ટાઇમ ભોજનની સેવા આપી રહેલા બ્રહમલીન સંત કૈલાશપુરીજીના અનુયાયી ગીરીશભાઇ સોની લોરીયા ફાટક, ભિરંડીયારા, ખાવડા ભોજન દાતા, પરિસર નવીનીકરણ કાર્યકરો હીરેનભાઇ દાવડા, પંકજ રાજદે, હિતેશ બળીઆ, જુદા જુદા સ્થાનથી આવેલા પદયાત્રીઓ વિ.સહુને સ્મૃતિચિન્હ આપી સન્માનીત કરાયા હતા. આર.એસ.એસ.ના વિભાગીય સંઘચાલક નવિનભાઇ વ્યાસ મંચસ્થ હતા પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને સીમાજન કલ્યાણ સમિતી પ્રાંત અધ્યક્ષ ડો. જયંતીભાઇ ભાડેસીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સીમાજન કલ્યાણના મહામંત્રી જીવણભાઇ આહીર, ભાજપ અગ્રણી દેવજીભાઇ વરચંદ કચ્છ વિભાગના પ્રમુખ ઘનશ્યામભાઇ બ્રાહ્મણ, ભુજ તાલુકા પ્રમુખ ખાનજીભાઇ જાડેજા, વિ.હિ.પ.ના વિભાગીય મંત્રી ચંદુભાઇ રૈયાણી સેવા સાધનાના વિનસભાઇ પરમાર, નિરોણાના પદયાત્રા સંયોજક વાલજીભાઇ સુથાર, રામજીભાઇ વેલાણી, કેશુભાઇ ઠાકરાણી મંદિર સમિતીના ઉત્સવ પ્રભારી ખીમજીભાઇ કોટક, મંત્રીઓ લીલાધરભાઇ ચંદે, શાન્તિલાલ દાવડા, સભ્યો પ્રાણલાલ ઠક્કર, શાન્તિલાલ રાયકુંડલ, વિપુલભાઇ તન્ના, જમનાદાસ દાવડા, મોહનભાઇ તન્ના, યુવક મંડળના અનિરુધ્ધ રાજદે, હિતેશ બળીઆ, ઉમંગ સોનાઘેલા વિ.એ સહયોગ આપ્યો હતો. સંચાલન મંત્રી બાલકૃષ્ણ ઠક્કરએ કર્યું હતું.