ભુજ કોમર્શિયલ બેન્કે ગોલ્ડ લોન ચાલુ કરી

ભુજ કોમર્શિયલ બેન્કે ગોલ્ડ લોન ચાલુ કરી
ભુજ, તા. 8 : બેન્કો બ્લુ રીબન-2021 માટે ભુજ કોમર્શિયલ બેન્કને લોનાવાલા ખાતે બીજા ક્રમે ઘોષિત કરી એવોર્ડ પ્રાપ્ત થયો તે સૌ સભાસદોને આભારી છે તેવું ચેરમેન ગૌતમભાઈ ઠક્કર બેન્કના 49મા સ્થાપનાદિનની ઉજવણી પ્રસંગે જણાવી આવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી બેન્ક દ્વારા ગોલ્ડ લોન શરૂ કરાઈ હોવાની માહિતી આપી હતી. વિશિષ્ટ આયોજન અંતર્ગત 49 લક્કી ડ્રો કુપન આપી તમામ સભ્યોને ભેટનું વિતરણ કરાયું હતું. બેન્કના 49મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ગ્રાહક મિલન દીપપ્રાગટય ચેરમેન ગૌતમભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન શાંતિલાલભાઈ જૈન, મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર, ડાયરેક્ટરો મધુકરભાઈ ઠક્કર, ચેતનભાઈ શાહ, મહેન્દ્રભાઈ ઠક્કર, અશ્વિનભાઈ ધારાણી, મનીષભાઈ ઠક્કર, રેશ્માબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, રમેશભાઈ મહેશ્વરી, પ્રોફેશન ડાયરેક્ટર નયનભાઈ પટવા, જીતેનભાઈ ઠક્કર તથા આમંત્રિત અગ્રણીઓ ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, કિરણભાઈ ગણાત્રા, નવીનભાઈ આઈયા, અવનીશભાઈ ઠક્કર, દિલીપભાઈ દેશમુખ, ગોદાવરીબેન ઠક્કર, નરેન્દ્રભાઈ ઠક્કર, સતીષભાઈ શેઠિયા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અને રાજેશભાઈ પલણ દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં બેંકના ચાલુ ખાતેદારો, બચત ખાતેદારો, ફિક્સ ડિપોઝીટ થાપણદારો તથા લોન ખાતેદારો પૈકી બધી કેટેગરીમાં ટોપ-5 ખાતેદારોને કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયરેક્ટર તથા અગ્રણીઓ ટ્રોફી તથા ભેટ સાથે સન્માનિત કર્યા હતા. ડાયરેક્ટર હિતેશભાઈ ઠકકરે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે વર્ષ 2018-18માં બોર્ડ મિટિંગમાં વિચાર વિમર્સ દરમ્યાન જણાવાયું હતું કે બેંકના સભાસદોને કંઈક આપવું જોઈએ જે લાંબાગાળે બેંકના આર્થિક હિતને લાભકારક સાબિત થાય તેના ભાગરૂપે બેંકના સ્થાપનાદિને આવું આયોજન છેલ્લા છ વર્ષથી કરાયું હતું. આ પ્રકારના આયોજનના પરિણામ સ્વરૂપે વર્ષ 2017-18માં બેંકની ડિપોઝિટી રૂા. 48 કરોડ હતી જ્યારે આજે આશરે 67 કરોડ જેવી રકમની ડિપોઝિટ બેંક ધરાવે છે. જેના કારણે 50થી 75 કરોડની ડિપોઝટીની કેટેગરીમાં વર્ષ 2019-20 બેન્કો બ્લુ રીબીન 2020 માટે મૈસુર ખાતે વિજયી ઘોષિત કરી એવોર્ડ પ્રાપ્ત થયો તેમજ વર્ષ 2020-21માં લોનાવાલા ખાતે બીજા ક્રમે બેંકને વિજયી ઘોષીત કરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કાજલબેન ઠક્કરે વ્યવસ્થા જનરલ મેનેજર ધીરેનભાઈ મજેઠિયા, એકાઉન્ટન્ટ જિગરભાઈ મહેતા, કપીલભાઈ ગણાત્રા, ચેતનભાઈ ઠક્કર, કપિલભાઈ પાઠક, ઘનશ્યામભાઈ ઠક્કર, દિપનભાઈ ઠક્કર, આશિતભાઈ શાહ, પરેશભાઈ સોનેતા, જિતેન્દ્ર ઠક્કર તથા સ્ટાફગણે સંભાળી હતી. એવું મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

© 2023 Saurashtra Trust