રનમશીન લાબુશેન અને હેડની અણનમ સદીથી ઓસી મજબૂત

રનમશીન લાબુશેન અને હેડની  અણનમ સદીથી ઓસી મજબૂત
એડિલેડ, તા. 8 : રનમશીન અને નંબર વન બેટર માર્નસ લાબુશેનની વધુ એક સદીની મદદથી આજથી અહીં શરૂ થયેલી બીજી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ 89 ઓવરમાં 3 વિકેટે 330 રન કરીને સંગીન પ્રારંભ કર્યો હતો. પહેલા દિવસની રમતના અંતે લાબુશેન 23પ દડામાં 11 ચોગ્ગાથી 120 રને અણનમ રહ્યો હતો જ્યારે ટ્રેવિસ હેડ આક્રમક બેટિંગ કરીને 139 દડામાં 12 ચોગ્ગાથી 114 રને દાવમાં રહ્યો હતો. આ બન્ને વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 199 રનનો ઉમેરો થઇ ચૂક્યો છે. લાબુશેને પહેલા ટેસ્ટમાં બેવડી અને પછી અણનમ સદી કરી હતી. તેનું જબરદસ્ત ફોર્મ ડે-નાઇટ ટેસ્ટમાં પણ યથાવત્ રહ્યંy છે. ઓસ્ટ્રેલિયા તરફથી આ સિવાય ઉસ્માન ખ્વાઝાએ 62 રનની ઈનિંગ્સ રમી હતી. વોર્નર (21)ની નિષ્ફળતા ચાલુ રહી હતી જ્યારે પહેલા મેચમાં બેવડી સદી કરનાર અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાનું સુકાન સંભાળી રહેલ સ્ટીવન સ્મિથ ઝીરોમાં આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી અલ્જારી જોસેફ, જેસન હોલ્ડર અને ડેવોન થોમસનને 1-1 વિકેટ મળી હતી.

© 2023 Saurashtra Trust