વિદ્યાભારતીનો કચ્છ સંભાગનો ખેલ મહોત્સવ યોજાયો

વિદ્યાભારતીનો કચ્છ સંભાગનો   ખેલ મહોત્સવ યોજાયો
બિદડા, તા. 8 : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનો કચ્છ સંભાગ ખેલકૂદ મહોત્સવ કચ્છ યુવક સંઘ સંચાલિત માતુશ્રી કેસરબેન કાનજી શામજી વિદ્યાસંકુલ બિદડામાં યોજાયો હતો. જેમાં કચ્છ સંભાગના 21 વિદ્યાલયના કુલ 750 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ 27 આચાર્યોએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. પ્રથમ દિને ખેલકુદ ઉદ્ઘાટન સમારોહમાં મુંદરા પી.ટી.સી. કોલેજના પ્રાધ્યાપક તથા પૂર્વ કચ્છ અધ્યક્ષ કેશુભાઈ મોરસાણિયા, સામાજિક અગ્રણીઓ ભવાનજી પટેલ અને પ્રવીણ છાભૈયા તથા પ્રાંતના શારીરીક પ્રમુખ ભરતભાઈ ખેલકુદ સમારોહના સંયોજક સુરેશ રામાણી, ખેલકુદ માર્ગદર્શક કીર્તિ વાડિયા, સંઘના કાર્યકર્તા અને અંગદાન જાગૃતિ અભિયાનના પ્રચારક દિલીપ દેશમુખ, હરેશ હળપાણી, કચ્છ પ્રભારી પંકજ શાહના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓની શપથવિધિ બાદ રાજ્યમાં દોડ અને કૂદમાં પ્રથમ આવેલ વર્ષા ગઢવીની પ્રેરણા દ્વારા મશાલ પ્રસ્થાપન કરાઈ હતી. તથા મહેમાનોને રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. સંચાલન અનિરુદ્ધસિંહ જાડેજાએ સંભાળ્યું હતું. વિજેતાઓને કચ્છ યુવક સંઘના ઉપપ્રમુખ રાહુલ દેઢિયાના હસ્તે સન્માનિત કરાયા હતા.

© 2023 Saurashtra Trust