ભારત સામેની બાંગલાદેશની ટીમમાં મુશફિકુરની વાપસી: ઝાકિર નવો ચેહરો
ઢાકા, તા. 8: ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટેની બાંગલાદેશની ટીમમાં મુશફિકુર રહેમાન, યાસિર અલી અને તસ્કીન અહમદની વાપસી થઇ છે જ્યારે ઝાકિર હસન નવો ચહેરો છે. હજ પર જવાને લીધે મુશફિકુરે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી જ્યારે યાસિર અને તસ્કીન ઇજાગ્રસ્ત હતા. વિકેટકીપર ઝાકિર હસને ભારત એ સામેના મેચમાં 173 રનની ઇનિંગ્સ રમી હતી. જેથી તે પહેલીવાર બાંગલાદેશની ટેસ્ટ ટીમમાં સામેલ થયો છે. ભારત અને બાંગલાદેશ વચ્ચેનો પહેલો ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી રમાશે. બાંગલાદેશની ટીમ : મહમદુલ હસન જોય, નાજમુલ હુસેન શાંતો, મોમિનુલ હક, યાસિર અલી, મુશફિકુર રહેમાન, શકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નરૂલ હસન, મહેંદી હસન મિર્ઝા, તૈઝુલ ઇસ્લામ, તસ્કીન અહમદ, ખાલિદ અહમદ, ઈબાદત હુસેન, શોરિફુલ ઇસ્લામ, રહમાન રાજા અને અનામુલ હક.