મહિલા ટીમ આજથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની શ્રેણી રમશે
નવી મુંબઈ, તા.8: હરમનપ્રિત કૌરના સુકાનીપદ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શુક્રવારથી મજબૂત ઓસ્ટ્રેલિયા સામેની પ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ કરશે. જેમાં ભારતીય ટીમનું લક્ષ્ય આગામી વિશ્વ કપ પહેલા ટીમને સંતુલિત કરવાનું રહેશે. જે દ. આફ્રિકામાં બે મહિના બાદ રમાવાનો છે. શ્રેણીના ત્રણ દિવસ પહેલા જ ટીમના મુખ્ય કોચ રમેશ પવારેને બરખાસ્ત કરાયા છે. તેનાં સ્થાને ઋષિકેશ કાનિટકરને બેટિંગ કોચનો હોદ્દો અપાયો છે. ભારતે છેલ્લે એશિયા કપ જીત્યો હતો ત્યારે પ્રયોગને લીધે પાક. સામે લીગ મેચમાં હાર સહન કરવી પડી હતી. હવે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ ફૂલ સ્ટ્રેંથ સાથે ઉતરવાનું પસંદ કરશે.