માધાપરને અંતિમયાત્રા રથનું લોકાર્પણ

માધાપરને અંતિમયાત્રા રથનું લોકાર્પણ
માધાપર (તા. ભુજ) તા. 8 : માધાપર ગામની દરેક જ્ઞાતિને ઉપયોગી થાય તેવો અંતિમ યાત્રા રથ દાતા તરફથી લોકાર્પણ કરાયો હતો. પાટ હનુમાનજી મંદિર સંચાલિત અને લાયન્સ ક્લબ માધાપર પ્રેરિત માધાપર ગામને દરેક જ્ઞાતિને સેવા અર્થે લાયન્સ માધાપરના પ્રમુખ પ્રવિણ ડી. ખોખાણીના પ્રયત્નથી દાતા સ્વ. ખીમજીભાઈ કુંવરજીભાઈ માધાપરિયા હસ્તે ગં.સ્વ. સામબાઈ ખીમજી માધાપરિયા અને દમયંતીબેન જેરામભાઈ માધાપરિયા પરિવાર તરફથી રૂપિયા 7,25,000-નું દાન મળ્યું હતું. આ રથના લોકાર્પણના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, લાયન્સ હોસ્પિટલ ભુજના ચેરમેન ભરત મહેતા, રીજીયન ચેરમેન વ્યોમા મહેતા, ઝોન ચેરમેન લાયન અશ્વિન સોલંકી કર્યું હતું. સમાજના સમાજરત્ન વિનોદ સોલંકી, ભુજ તેમજ માધાપરના ક્લબના સભ્યો, પાટ હનુમાનજી મંદિર ટ્રસ્ટના સભ્યો અને સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. આ અંતિમયાત્રા રથનું લોકાર્પણ કાર્યક્રમનું સંચાલન વિનોદ પીંડોળિયાએ અને આભારવિધિ ક્લબના મંત્રી શક્તિસિંહ જાડેજાએ કરી હતી.

© 2023 Saurashtra Trust