ગુરુભક્તિમય થવાથી ભવસાગર પાર થાય

ગુરુભક્તિમય થવાથી ભવસાગર પાર થાય
કોડાય (તા. માંડવી), તા. 8 : શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે ગુરુદેવ પ.પૂ. આ. સુબોધસૂરિશ્વરજીની 32મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય મહાપૂજન તેમજ ગુરુ ગુણાનુવાદ, ભવ્ય શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં પૂ.આ. વિજય હેમચંદ્રસૂરિશ્વર મ.સા. અને મુનિરાજ વિદ્યાચંદ્ર વિજયજી મ.સા. (કોડાયરત્ન) તેમજ સંતો- સાધ્વીવૃંદ ઉપસ્થિત રહ્યા હતા. વિજય હેમચંદ્રસૂરિશ્વરજીએ જણાવ્યું હતું કે, ગુરુભક્તિમાં ઓતપ્રોત થવાથી ભવસાગર તરાય છે. મુનિરાજ વિદ્યાચંદ્ર વિજયજીએ આશીર્વચન પાઠવી ગુરુના મહિમાનું વર્ણન કર્યું હતું. જૈન અગ્રણી અમૂલભાઇ દેઢિયાએ જીવદયા અને લોકસેવાનાં કાર્યોની તથા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની વિગત આપી હતી. સંસ્થા દ્વારા વિવિધ દાતા-શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું. ત્રિદિવસીય મહાપૂજન તથા ત્રણેય દિવસની સાધર્મિક ભક્તિનું બાડા ગામના રાહુલ વસનજીભાઇ સાવલાએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિવેકભાઇ કદમ, સમીરભાઇ ગાંધી, રાહુલભાઇ સાવલા, જિજ્ઞેશભાઇ, ધીરેનભાઇ છેડા, રાજેશભાઇ સંગોઇ, નિલેશ કલ્યાણ, રમણિકભાઇ ગોસરાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ધીરજભાઇ છેડા (એકલવીરે) તથા આભારવિધિ અમૂલભાઇ દેઢિયાએ કરી હતી. વિધિકારક તરીકે કેવલભાઇ સાવલા રહ્યા હતા. કચ્છ, અમદાવાદ, મુંબઇ, વડોદરા સહિતના ગુરુભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

© 2023 Saurashtra Trust