વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં ઓછાં અંતરે ચોથી હારજીત રાપરમાં

ભુજ, તા. 8 : વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં કચ્છના ઈતિહાસમાં ચોથી વખત ઓછા અંતરે હારજીત થઈ હતી. અગાઉ ચૂંટણી પરિણામના ઈતિહાસ ઉપર નજર કરીએ તો વર્ષ 1975માં હરીલાલ નાનજી પટેલ (કોંગ્રેસ)ને 24,751 મત મળ્યા હતા. તેમણે જનતા મોરચાના બાબુભાઈ મેઘજી શાહ (24368)ને 383 મતે પરાજીત કર્યા હતા. વર્ષ 2002માં માંડવી બેઠક ઉપર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છબીલભાઈ પટેલને 40,529 મત મળ્યા હતા અને ભાજપના સુરેશભાઈ મહેતાને 39,931 મત મળતા કોંગ્રેસનો 598 મતે વિજય થયો હતો. જયારે વર્ષ 2014માં અબડાસાની બેઠકમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ (67,170)એ છબીલભાઈ પટેલ (66,769)ને 401 મતે પરાજીત કર્યા હતા. જયારે આજે વર્ષ 2022ની ચુંટણીમાં રાપર બેઠક ઉપર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ભચુભાઈ આરેઠીયાને 577 મતે પરાજિત કર્યા હતા.

© 2023 Saurashtra Trust