બબાભાના વિજયને મોટી વિરાણી ગામે વધાવ્યો

નખત્રાણા, તા. 8 : અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિજયની હેટ્રિક કરતાં તેમનાં પોતાનાં ગામ મોટી વિરાણીમાં ભારે ખુશી ફેલાઇ હતી. `બબાભાઇ'ની જીતના સમાચાર મળતાં જ તેમના સમર્થકો, કેસરિયા પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી, આનંદભેર ઉજવણી કરી હતી. મોટી વિરાણીના વેપારી, રાજકીય, સામાજિક અગ્રણીઓએ શ્રી જાડેજાના વિજયને વધાવતાં કહ્યુ હતું કે, જમીન સાથે જોડાયેલા નેતાએ ગામનું ગૌરવ વધાર્યું છે. ગામના સરપંચ સામાબેન ગોવિંદભાઇ બળિયા, મોટી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ ભાવેશ આઇયા, વેપારી અગ્રણી નૂરમામદભાઇ ખત્રી તેમજ કિસાન અગ્રણી પુરૂષોત્તમભાઇ મુખીએ પ્રદ્યુમનસિંહની સફળતાને બિરદાવતાં કહ્યું હતું કે, લોકોને સાથે રાખીને કામ કરતા શ્રી જાડેજાના હજુ પણ અબડાસાના ક્ષેત્રનો વધુને વધુ વિકાસ કરવાના પ્રયાસો હશે, તેવો સૌને વિશ્વાસ છે.

© 2023 Saurashtra Trust