રોટરી ફ્લેમિંગો આરસીસી ક્લબનું સ્નેહમિલન યોજાયું

ભુજ, તા. 4 : રોટરી ફ્લેમિંગોની આર.સી.સી. ક્લબનું નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ એન. ચૌહાણ તો મુખ્ય મહેમાનપદે રોટરી ફ્લેમિંગોના પ્રમુખ ભરતભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જયંતીલાલ વલમજી વાઘેલા દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી. રોટરી ફ્લેમિંગોના મંત્રી મિલિંદભાઇ વૈદ્યે ક્લબની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. પ્રતાપભાઇ આશર, વિનયકાંત માંડલિયા, મધુભાઇ ત્રિપાઠી, શંભુભાઇ જોશી, તૃપ્તિબેન ઠક્કર વિગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો.

© 2023 Saurashtra Trust