માંડવી-મુંદરા શહેર રહ્યા ભાજપની પડખે

ભુજ, તા. 8 : કચ્છના શહેરી મતદારોએ આ વખતે ભાજપને ખોબેખોબે મત આપી ઐતિહાસિક જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે 2017ની ચૂંટણીમાં ભાજપને જયાં પાતળી સરસાઈ અને થોડી પછડાટ ખાવાનો વારો આવ્યો હતો એ માંડવી અને મુંદરા શહેરે ભાજપને નોંધનીય સરસાઈ અપાવી આ વિક્રમી જીતમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. માંડવી શહેરની વાત કરીએ તો આ શહેરને આવરી લેતા 39 બૂથમાં ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવેએ 1496પ મત મેળવ્યા તો તેમના નિકટતમ હરીફ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજાને પ429 મત મળતાં ભાજપને અહી 9પ36ની મહત્ત્વની સરસાઈ મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને માંડવી શહેરમાંથી માત્ર 1પ8 મતની પાતળી સરસાઈ મળી હતી. જેમાં આ વખતે જંગી વધારો થયો છે. એજ રીતે મુંદરા શહેરે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી ભાજપની અપસેટ સર્જતી જીત છતાં 1300 મતની સરસાઈ કોંગ્રેસને અપાવી હતી, પણ આ વખતે સિનારિયો સાવ બદલાયો હોય તેમ મુંદરા અને બારોઈ વિસ્તારમાં ભાજપને 8632 મત મળ્યા તેની સામે કોંગ્રેસને પ0પ1 મત મેળવી સંતોષ માનવો પડયો હતો. આમ ભાજપને અહી 3પ81 મતની મહત્ત્વની સરસાઈ પ્રાપ્ત થઈ હતી. આમ માંડવી અને મુંદરા બન્ને શહેરોએ ભાજપની વિકાસની વિચારધારામાં વિશ્વાસ દેખાડતાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં કયારેય ન મળી હોય એટલી જંગી સરસાઈ અપાવવામાં બન્ને શહેરોમાંથી મળેલી લીડે મહત્ત્વની ભૂમિકા ભજવી છે તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યુ લાગતું નથી. ભાજપે આ વખતે માંડવીના સ્થાનિક એવા અનિરુદ્ધ દવેને ટિકિટ આપતાં મતદારોએ તેમને ઉમળકાભેર વધાવી લીધા છે. એજ રીતે મુંદરાની જનતાએ પણ પરિવર્તનનું મન મનાવ્યું હોય તેમ ગત ચૂંટણીમાં કોંગ્રેસના બદલે આ વખતે ભાજપને 2017ની તુલનાએ બમણી સરસાઈ અપાવી છે.

© 2023 Saurashtra Trust