રાષ્ટ્રવાદ-વિકાસની વિચારધારાએ ઐતિહાસિક જીત અપાવી

રાષ્ટ્રવાદ-વિકાસની વિચારધારાએ ઐતિહાસિક જીત અપાવી
ભુજ,તા. 8 : માંડવીની પ્રજાએ રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસના ભાથાને મહોર મારી મને ઐતિહાસિક જીત અપાવી છે તેવું ભાજપના વિજયી ઉમેદવાર અનિરુધ્ધ ભાઈલાલ દવેએ જણાવી તેમને વિજયી બનાવવા માટે અથાગ પરિશ્રમ કરનારા કાર્યકતાઓ અને માંડવી-મુન્દ્રાના મતદારોનો આભાર માન્યો હતો. શ્રી દવેએ કહયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના જેવા એક નાના કાર્યકરમાં વિશ્વાસ મુકી ધારાસભાની ચૂંટણી લડાવી તે બદલ ધન્યવાદ વ્યકત કરી કેન્દ્ર અને રાજય સરકારના લોકકલ્યાણની સુવાસ આ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે, તો જાતીગત સમીકરણો કરી અપપ્રચાર ફેલાવનારાઓને આ પરિણામ થકી જડબાતોડ જવાબ મળ્યો છે. આગામી સમયમાં માંડવી-મુન્દ્રા વિસ્તારમાં વિકાસનો વાયરો વેગીલો બનાવવા સાથે જળસંચય અને પર્યાવરણના સંરક્ષણના કામોને અગ્રતા આપવાની નેમ દેખાડી હતી.

© 2023 Saurashtra Trust