`લોકચુકાદો શિરોમાન્ય; કચ્છ હિતના પ્રશ્નો ઉઠાવતા રહેશું''

`લોકચુકાદો શિરોમાન્ય; કચ્છ  હિતના પ્રશ્નો ઉઠાવતા રહેશું''
ભુજ, તા. 8 : લોકોનો ચુકાદો શિરોમાન્ય છે, ખેલદિલીથી સ્વીકારીએ છીએ, પણ કોંગ્રેસ કચ્છ હિતના પ્રશ્નોમાં ક્યારેય પાછીપાની નહીં કરે. અને લડતા રહેશું એવું કચ્છના જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કચ્છમાં છ બેઠકો ગુમાવ્યા પછીની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસના યુવા અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આ અખબારને આપેલા પ્રતિભાવમાં વધુમાં કહ્યું કે, ચૂંટણીએ એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. હાર-જીત થતી રહે છે, પરંતુ એક મજબૂત રાજકીય પક્ષ તરીકે અને વિપક્ષની ભૂમિકા તરીકે કોંગ્રેસ લોકહિતના પ્રશ્નો વધુ જોશપૂર્વક ઉઠાવશે. આગામી ચૂંટણીઓ માટે સંગઠનને કઇ રીતે વધુ મજબૂત બનાવાશે એ માટે ટૂંકા ગાળામાં આગોતરું આયોજન ઘડવામાં આવશે.

© 2023 Saurashtra Trust