ભાજપને 2017 કરતાં સાડા પાંચ ટકા વધુ, કોગ્રેસને અગિયાર ટકા

ભુજ, તા. 8 : કચ્છની તમામ છ વિધાનસભા બેઠક પર ભાજપે ઝળહળતો વિજય મેળવી કોંગ્રેસના સુપડાસાફ કરી સરહદી જિલ્લાને કોંગ્રેસ મુકત કરી દીધો છે. ત્યારે એક રસપ્રદ આંકડાકિય તારણ એ સામે આવ્યું છે કે, ભાજપના વોટશેરમાં 2017ની તુલનાએ સાડા પાંચ ટકાનો વધારો થયો છે. તો કોંગ્રેસના વોટશેરમાં અગિયાર ટકાનું મોટું ગાબડું પડયું છે. આ ગાબડું પડવા પાછળ આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ તેમજ નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વની રહી હોવાનું આંકડા પરથી દેખાઈ રહ્યું છે. કચ્છમાં કુલ નોંધાયેલા 16,3પ,879 મતદારોમાંથી પોસ્ટલ બેલેટ સહિત 9,84,801 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ 9.84 લાખ મતોમાંથી ભાજપના તમામ છ વિજયી ઉમેદવારોએ પ,16,877 મત મેળવી પ2.48 ટકા વોટ શેર મેળવ્યો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 4,33,216 મત મેળવી 47.16 ટકા વોટશેર મેળવ્યો હતો. તો કોંગ્રેસની વાત કરીએ. તો આ વખતની ચૂંટણીમાં એક પણ બેઠકના મેળવી શકનાર આ પાર્ટીને કુલ પડેલા મતોમાંથી 3,23,218 મત મળતાં વોટશેરની ટકાવારી 32.82 ટકા રહી છે. 2017માં કોંગ્રેસે છમાંથી બે બેઠક મેળવી 4,03,પ20 મત મેળવી 43 ટકા વોટશેર મેળવ્યો હતો. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોનો તફાવત માંડ 29,000 હતો જે આ ચૂંટણીમાં વધીને 1,93,6પ9 પર પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ, બહુજન સમાજ પાર્ટી, તેમજ અપક્ષ સહિતના નાના પક્ષોએ 1,44,706 મત મેળવી 14.69 ટકા વોટશેર મેળવ્યો હતો. 2017માં નાના પક્ષોએ 60,000 મત મેળવી માંડ છ ટકા વોટશેર મેળવ્યો હતો. આમ અન્ય પક્ષોનો વોટશેર છેલ્લી ચૂંટણી કરતાં આઠ ટકા વધ્યો છે. વિધાનસભા બેઠક દીઠ વાત કરીએ તો પ6.પ2 ટકા સાથે અંજારના ભાજપના ઉમેદવારે સૌથી વધુ મત મેળવ્યા છે. અહી કોંગ્રેસના ઉમેદવારને 3પ ટકા મત મળ્યા છે. એ જ રીતે જિલ્લા મથક ભુજમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલને પ3.પ8, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીને પપ.22, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજાને 49.24, માંડવીમાં અનિરુદ્ધ દવેને પ3.29 તો પરાજિત કોંગ્રેસના ઉમેદવારોમાં અબડાસામાં 43.36, રાપરમાં 4પ.77, ગાંધીધામમાં 30.28, ભુજમાં 20.40 અને માંડવીમાં 24.79 ટકા મત મળ્યા છે. ભુજમાં એઆઈએમઆઈએમના ઉમેદવારે 17 ટકા મત મેળવી કોંગ્રેસને મોટું નુકશાન પહોંચાડયું છે.

© 2023 Saurashtra Trust