ભચાઉમાં બંધડી-મેઘપર વચ્ચે 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
ભુજ, તા. 8 : વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના માહોલ વચ્ચે ધરાની અંદરનો વાગડ ફોલ્ટ 72 કલાકમાં ફરી સક્રિય થયો હતો, જેને કારણે ભચાઉમાં બંધડી અને મેઘપર વચ્ચે આજે સવારે પોણા આઠના અરસામાં 3.4ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. સત્તાવાર મળતી વિગતો અનુસાર આજે સવારે 7.45 કલાકે ભચાઉથી 9 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વે 23.382 અક્ષાંશ અને 70.338 રેખાંશે બંધડી અને મેઘપર વચ્ચેના કેન્દ્રબિંદુએ ભૂકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા 3.4 રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પાંચમી ડિસેમ્બરે ખાવડાથી 28 કિ.મી.નાં અંતરે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.