રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલીવાર મહિલા અમ્પાયર

નવી દિલ્હી, તા. 6 : ભારતની સૌથી મોટી ઘરેલુ ક્રિકેટ સ્પર્ધા રણજી ટ્રોફીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અમ્પાયર જોવા મળશે. બીસીસીઆઇએ નવી સિઝનમાં અમ્પાયરિંગ પેનલમાં 3 મહિલાનો સમાવેશ કર્યો છે. આથી રણજી ટ્રોફીના 88 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા અમ્પાયરિંગ કરશે. પેનલમાં જે મહિલા અમ્પાયર સામેલ થઈ છે, તેમાં મુંબઈની વૃંદા રાઠી, ચેન્નાઈની જનની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલન છે. મહિલા અમ્પાયરની ફી પુરુષ અમ્પાયર બરાબર જ હશે.

© 2023 Saurashtra Trust