કચ્છમાં બાબા રામદેવે શીખવાડયા યોગના પાઠ

કચ્છમાં બાબા રામદેવે શીખવાડયા યોગના પાઠ
ભુજ, તા. 6 : યોગગુરુ બાબા રામદેવે કચ્છમાં એક દિવસીય વિશેષ યોગ શિબિરનું આયોજન કરી યોગના મહિમાથી સૌને અવગત કર્યા હતા. વેલસ્પન કંપની ખાતે આયોજિત આ શિબિરમાં કચ્છ પતંજલી યોગ સમિતિના સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કંડલા એરપોર્ટ પર પતંજલિ યોગ સમિતિ-કચ્છ જિલ્લા પ્રભારી ભરતભાઇ રૂપારેલ તેમજ ચંદ્રિકા રૂપારેલ સહિતે સભ્યોએ ફૂલો માળાથી સ્વાગત કર્યું હતું. સ્વામી રામદેવજીની આ કચ્છની પાંચમી મુલાકાત હતી. બાબાને જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઇ, ખજાનચી પંકજભાઇ કતીરાએ  કચ્છમાં દરરોજ ચાલતા વિનામૂલ્યે યોગ વર્ગની વાત કરી હતી. સ્વામીજીનું સન્માન કચ્છી પાઘડી પહેરાવીને પતંજલિ યોગ સમિતિ-કચ્છના મહિલા પ્રભારી ગીતાબેને કર્યું હતું. ગુજરાત રાજ્યના યોગ કોચ જનાર્દનજી ભાઉ, પૂજાબેન લાલવાની, ભૂપેન્દ્રસિંહ સોઢા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભુજના વરિષ્ઠ યોગ કોચ પૂર્વીબેન સોની, ભુજના યોગ ટ્રેનર શર્મીલાબેન પટેલ, જાગૃતિબેન, ભારતીબેન અમ્બવાની, જી.એસ.ટી. કમિશનર નરેન્દ્રભાઇ ચોધરી સાથે જોડાયા હતા. શિબિરમાં ખાસ નખત્રાણા તાલુકા પ્રભારી નરેન્દ્રભાઇ લીમ્બની, નખત્રાણા તાલુકા યોગ કોચ નિર્મલાબેન, ડાયાભાઇ પટેલ, બીજા ડાયાભાઇ તેમજ પૂરી 12 યોગ સાધકોની ટીમે હાજરી આપી હતી. હીરાપર ગામથી રણછોડભાઇ આહીર પોતાના ગ્રુપ સાથે જોડાયા હતા. એક દિવસીય શિબિરને સફળ બનાવવા પતંજલિ યોગ સમિતિ-કચ્છના કાંતિભાઇ ઉમરાણિયા, ગીરધરભાઇ ટાંક, મનીષભાઇ ગંધા, વર્શામેડીથી સંતોષભાઇ, યોગ ટ્રેનર જયાબેન થવાની, નયનાબેન ઝાલા, ચંદ્રકાન્તભાઇ સોની, વકીલ રીટાબેન શાહ, વિનોદભાઇ લાલવાની, અમૃતભાઇ ટાંક, દેવેન્દ્રભાઇ, કલ્પનાબેન કતીરા, પુનમબેન ખેમાની, પૂજાબેન ચેતનાની, અંજારથી જયશ્રીબેન ઠક્કર, ગીર્જાગર ગુસાઇ, જયશ્રીબેને જહેમત ઉઠાવી હતી. યોગ રથને ચલાવવાની જવાબદારી જયદીપસિંહ ગોહિલે સંભાળી હતી.

© 2023 Saurashtra Trust