ગાંધીધામ આઈ.એમ.એ.ની તબીબ અને દર્દી વચ્ચે વિશ્વાસ મજબૂત બનાવવાની નેમ

ગાંધીધામ, તા. 6 : અહીંની સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આગામી વર્ષના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ વેળાએ નવી ટીમે સંસ્થાના માધ્યમથી વિવિધ કાર્યો કરવાની નેમ વ્યકત કરી હતી. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ડો.વિકાસ ગોયલની પસંદગી કરવામાં આવી હતી. જયારે મહામંત્રી તરીકે. ડો.જીગર પટેલ, ખજાનચી તરીકે ડો.હિતેશ શાહ, ઉપપ્રમુખ તરીકે ડો.સ્નેહલ ચૌહાણ, સહમંત્રી તરીકે ડો. કિશન કટુઆ અને ડે.સુરેખા બાબુની નિમણુંક કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓએ શપથ ગ્રહણ કરી હતી અને નવી ટીમનું મેડલ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. આરંભમાં ગત વર્ષના પ્રમુખ ડો.બળવંત ગઢવી દ્વારા ગત વર્ષ દરમ્યાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી તેમજ ગત વર્ષના પદાધિકારીઓઁને સન્માનીત કરવામાં આવ્યા હતા. નવનિયુકત પ્રમુખ ડે.વિકાસ ગોયલે આઈ.એમ.એ. તબીબના આંતરીક સબંધો વધુ મજબુત બને સાથો સાથ દર્દી અને તબીબ વચ્ચે વિશ્વાસની ડોર વધુ મજબુત બને તે માટે દિશામાં પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી. તબીબો ગાધીધામની જનતાને વધુમાં વધુ સેવાકીય પ્રવૃતિઓ કઈ રીતે પુરી પાડી શકે તે દિશામાં ચર્ચા પરામર્શ કરવામાં આવ્યો હતે. બહોળી સંખ્યામાં આઈ.એમ.એ.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.