અભિનેત્રી આશા પારેખને `જીવન ગૌરવ એવોર્ડ'' અપાશે

અભિનેત્રી આશા પારેખને `જીવન ગૌરવ એવોર્ડ'' અપાશે
મુંબઇ, તા. 4 : બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ 30 ડિસેમ્બર 2022ના 37 વર્ષ પૂરાં કરી 38મા વર્ષમાં પ્રવેશ કરશે તેની ઉજવણીરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવાર તા. 7 જાન્યુઆરી 2023ના સાંજે 6થી 10 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગિરનાર એવોર્ડ એનાયત કાર્યક્રમ યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, દાદર પૂર્વ, મુંબઇ?ખાતે યોજાશે તેવું સમાજના સંસ્થાપક અધ્યક્ષ હેમરાજ શાહે વિગતો આપતાં જણાવ્યું છે. ઉદયપુરથી રાજેશ સાળવી અને તેનું ગ્રુપ ઘુમ્મર, ચારી, ભવાઇ, મમુર, કલબલિયા અને તેરતાલી નૃત્ય કરશે. માથા ઉપર સળગતી સગડી મૂકી નૃત્ય કરતાં કરતાં ગરમાગરમ ચા પીવડાવશે. મુંબઇમાં આ પ્રકારનો કાર્યક્રમ પહેલીવાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સહયોગથી યોજાઇ રહ્યો છે. ગુજરાતી ગૌરવ એવોર્ડ લીંબડી સંપ્રદાયના ગુરુ ભાવચંદ્રજી સ્વામી, જીવન ગૌરવ એવોર્ડ સિનેસ્ટાર આશા પારેખ, સવાઇ ગુજરાતી એવોર્ડ ઓરિસ્સાના કેબિનેટ?મંત્રી રાજેન્દ્ર ધોળકિયા, નોન ગુજરાતી એવોર્ડ મરાઠી લોકમત દૈનિકના તંત્રી અતુલ કુલકર્ણી અને ટીવી-9ના ગુજરાતી ડિરેક્ટર કલ્પક કેકરે, સાહિત્ય એવોર્ડ પ્રબોધ પરીખ, સિનેસ્ટાર એવોર્ડ જીમિત ત્રિવેદી અને દીપિકા ટોપીવાલા (સીતા), નાટય એવોર્ડ સંજય ગોરડિયા અને સ્નેહા દેસાઇ, પત્રકાર એવોર્ડ મિડ-ડે ગુજરાતીના તંત્રી બાદલ પંડયા, પાર્શ્વગાયક એવોર્ડ રેખા ત્રિવેદી, સંગીત એવોર્ડ સચિન-જીગર, એન.આર.આઇ. એવોર્ડ દુબઇના રીઝવાન આડતિયા અને લંડનના ઝૈન અંદાની, રમતગમત એવોર્ડ ક્રિકેટર હર્લી ગાલા, સમાજસેવા એવોર્ડ બ્રાહ્મણ સમાજના જ્યોતીન્દ્ર દવે અને અજય આસર, સંગીત સંવર્ધક એવોર્ડ સૂર સિંગારના એમ. કે. પટેલ, વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ દર્શીની એક્ષ્પોર્ટના ચેતનભાઇ શેઠના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાંચ વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ પાછળથી જાહેર કરાશે. સંચાલન શોભિત દેસાઈ કરશે. ગેસ્ટ પાસ 26થી 31 ડિસે. દરમ્યાન આપવામાં આવશે. પસંદગી સમિતિમાં હેમરાજ શાહ (કન્વિનર), પ્રવીણ સોલંકી, લલિત શાહ, પ્રા. દીપક મહેતા, ભરત ઘેલાણી, ડો. નાગજી રીટા અને રાજેશ દોશીએ કામગીરી બજાવી હતી.

© 2023 Saurashtra Trust