અંજારમાં `ટોક ટુ ટીન'' અંતર્ગત છાત્રો અને વાલીઓ સાથે તબીબોનો સંવાદ

અંજારમાં `ટોક ટુ ટીન'' અંતર્ગત છાત્રો  અને વાલીઓ સાથે તબીબોનો સંવાદ
અંજાર, તા. 4 : અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા તરુણ અવસ્થામાં પ્રવેશતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ સેમિનારમાં ડો. દમયંતીબેન ગણાત્રા અને ડો. અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. પટેલ દ્વારા તરુણાવસ્થામાં આવતાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક ફેરફારોને કેવી રીતે હકારાત્મક રીતે સ્વીકારવા તેમજ આ બદલાવ શાના કારણે છે ? તેના પાછળના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સમજણ?વિદ્યાર્થીઓને આપી હતી. ડો. ગણાત્રાએ થેલેસેમિયા ટેસ્ટિંગ તેમજ બ્રેસ્ટ કેન્સર માટેની વેક્સીન અંગે સમજૂતી આપી હતી. સાથે સાથે કિશોરીઓમાં આવતા શારીરિક ફેરફારોને શારીરિક વ્યાયામ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. આ સંવાદમાં વિદ્યાર્થિનીઓ સાથે 50થી વધુ માતા પણ જોડાઇ હતી. આયોજન સોસાયટીના કેમ્પસ ડાયરેક્ટર ડો. શિલ્પાબેન ભટ્ટ અને વૂમન સેલના ઇન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંચાલન પ્રિયંકાબેન તિવારી અને પરેશભાઇ ભટ્ટે કર્યું હતું. સોસાયટીના પ્રમુખ ચંદ્રકાંત પલણ દ્વારા શુભેચ્છા અપાઇ હતી. સંસ્થા સંચાલિત વિવિધ વિભાગના આચાર્યો સૂરજસિંહ ચુડાસમા, ડો. ફરીદ ખોજા, મુકુંદ ભગત, નિલેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રાથમિક વિભાગના કો-ઓર્ડિનેટર તથા વૂમન સેલના સભ્યો સ્મિતાબેન ઝવેરી, સ્નેહાબેન મહેતા તેમજ અર્ચનાબેન દીક્ષિત, શિલ્પાબેન વાઘાણી, અંકિતાબેન જોષી, સુષ્માબેન દવે, નિવેદિતાબેન ચૌહાણ વિ. વિદ્યાર્થિનીઓને પ્રશ્નોત્તરી માટે પ્રેરણા પૂરી પાડી હતી.

© 2023 Saurashtra Trust