નાનામાં નાના જનનું ધ્યાન રાખે તેને મહાજન કહેવાય

નાનામાં નાના જનનું ધ્યાન રાખે તેને મહાજન કહેવાય
ભુજ, તા. 4 : નાનામાં નાના જનનું ધ્યાન રાખે તેને મહાજન કહેવાય, ત્યારે આવી એક સંસ્થા ક.વી.ઓ. જૈન મહાજન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉદ્દેશ સાથે મહાજનનું મામેરું યોજના અંતર્ગત 262મા લગ્ન સાજન મહાજનની ઉપસ્થિતિમાં ધામધૂમથી સંપન્ન થયા હતા. મહેમાનોનું સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના પ્રમુખ જિગર તારાચંદ છેડાએ જણાવ્યું કે છેલ્લા બાર વર્ષથી સંસ્થા દ્વારા ચાલતી આ યોજનામાં 262મા લગ્ન લખપત તાલુકાના દયાપર નિવાસી મહેન્દ્રભાઈ જણસારીની પુત્રી રિયા સંગે અંજાર નિવાસી રમણીકલાલ વાઘેલાના પુત્ર જિગર સાથે યોજાયા હતા. આ લગ્નપ્રસંગે લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન છેડા પરિવાર અને સમર્પણવાળા ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, જ્યોતિબેન ગિરીશભાઈ છેડા, શ્રી સોલ્યુશન હસ્તે નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર, જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર (હસ્તે કમલેશ જ્વેલર્સ) પરિવાર, તુલસીભાઈ જોશી (ઓધવરામ ડેવલોપર્સ-ભુજ) પરિવાર, કસ્તૂરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્સી-ભુજ) પરિવાર, નીલમબેન ગાંધી પરિવાર-ભુજ, સ્વ. નયનાબેન એન. મહેતા પરિવાર ભુજ હસ્તે કર્ણીકભાઈ ભટ્ટ, ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ-નખત્રાણા) પરિવાર, મનીષભાઈ મૂળજીભાઈ ભાટિયા પરિવાર (નખત્રાણા), અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), મહેશભાઈ કે. સોની (મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ), વાઘેશ્વરી જવેલર્સ, મેઈન બજાર નખત્રાણ), દેવીસર હાલે નખાત્રણા ગંગારામભાઈ મનજી (શ્રી વાઘેશ્વરી જવેર્લ્સ) વિ. દાતાઓ દ્વારા વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન અને આભારવિધિ સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસડે કરી હતી. વિધિવિધાન તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા. ભરતસિંહ સોનેગરાએ જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.

© 2023 Saurashtra Trust