અંજારની ગાયત્રી શક્તિપીઠનો 24 કુંડી મહાયજ્ઞ સાથે પાટોત્સવ ઊજવાયો

અંજારની ગાયત્રી શક્તિપીઠનો 24 કુંડી મહાયજ્ઞ સાથે પાટોત્સવ ઊજવાયો
અંજાર, તા.4 : પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના હસ્તે કચ્છની પ્રથમ શક્તિપીઠ એવી ગાયત્રી શક્તિપીઠ અંજારની સ્થાપના સંવત 2038 કારતક વદ 13, મંગળવાર, તા. 24-11-1981ના કરાઈ હતી. આ વર્ષે તા. 22-11ના 41મો પાટોત્સવ ઊજવાયો હતો. 24કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં 35 યુગલે ગાયત્રી મહામંત્રની 108 આહુતિ આપી હતી. ભોજન પ્રસાદ 900 ભાવિકોએ લીધો હતો. ભોજનના દાતા સ્વ. મંગલજી ખીમજી માથકિયા પરિવાર રહ્યા હતા. સાંજે મહાઆરતીનું માધવરાય ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞનું સંચાલન નટુભાઈ પૂજારી અને નારણભાઈ સોનીએ કર્યું હતું. સ્વામિનારાયણ મંદિર અંજારના સંતોએ દર્શનનો લાભ લીધો. વાસણભાઈ આહીર, ભરતભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, રમેશભાઈ ડાંગર, વી.કે. હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, નીલુબેન પ્રજાપતિ, સુરેશભાઈ ઓઝા અને કચ્છની દરેક શક્તિપીઠોમાંથી ગાયત્રી પરિજનોઅ ઁ દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયા, વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, વેલજીભાઈ વ્યાસ, વિનોદ પાટીદાર, અનિલભાઈ ટાંક, સુરેશભાઈ સોનેજી, ભરતભાઈ ચાવડા, બળદેવભાઈ પુરોહિત, કૌશિકભાઈ શાહ, રવુભા જાડેજા, મેહુલ જોશી, કાંતાબેન નાથાણી, સોનુબેન પાટીદાર, ચંદાબેન ઠક્કર, હીનાબેન પંડયા, મંજુબેન વ્યાસ, મીતાબેન ટાંક, ભાવનબેન ટાંક, માયાબેન આહીર સહિતના પરિજનોએ સેવા આપી હતી.

© 2023 Saurashtra Trust