ભુજમાં મહિલા સંચાલિત ધમધમતા કૂટણખાના પર પોલીસનો દરોડો

ભુજ, તા. 4 : શહેરના આરટીઓ સર્કલ સામે છેલ્લા લાંબા સમયથી મહિલા દ્વારા સંચાલિત ધમધમતા કૂટણખાના પર આજે પોલીસે દરોડો પાડી ત્રણ લલનાને ઝડપી પાડી હતી. શહેરના આરટીઓ સર્કલ સામે હનુમાન મંદિર પાછળના વિસ્તારમાં કિશોરભાઇ ઠક્કર (રહે. ભુજ)ની માલિકીવાળી જગ્યા માસિક રૂા. 500માં ભાડે રાખી આરોપી પૂજા ઇશ્વરભાઇ ચાવડા (રહે. ભવાની હોટલ પાછળ-માધાપર) દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાની ગુપ્ત બાતમી બી-ડિવિઝનના હે.કો. મયૂરસિંહ જાડેજાને મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે પી.આઇ. કે. સી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારી અને પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ આજે બપોરે બી-ડિવિઝન પોલીસે ટ્રેપ ગોઠવી દરોડો પાડતાં આરોપી લલના પૂજા અને બીજા રૂમમાં કઢંગી હાલતમાં એક અને ત્રીજા રૂમમાં અન્ય પરપ્રાંતીય લલના મળી આવી હતી. આ મહિલાઓએ પૂજા દેહ વ્યાપાર બદલ રોજના 500 રૂપિયા આપતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માધાપરની હોટલ ભવાની પાછળ પણ આવી રીતે જ કૂટણખાનું ધમધમતું હોવાના અહેવાલ હતા અને તેમાં આજે દબોચાયેલી પૂજાની ભૂમિકા હોવાની સંભાવના જોવાઇરહી છે.

© 2023 Saurashtra Trust