એનસીસીના કેડેટ્સ ફાયરિંગ, પરેડ, સ્વયંશિસ્ત જેવી તાલીમ અપાઇ

એનસીસીના કેડેટ્સ ફાયરિંગ, પરેડ, સ્વયંશિસ્ત જેવી તાલીમ અપાઇ
ભુજ, તા. 4 : કોડાય પુલ માંડવી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પાંચ ગુજ. એન.યુ. એન.સી.સી. દ્વારા આયોજિત આઠ દિવસીય તાલીમ વર્ગ સીએટીસી-17નું આયોજન કરાયું હતું. આ તાલીમમાં અનેક સંસ્થાઓ સાથે ભુજ (માધાપર) સ્થિત દૂન પબ્લિક સ્કૂલના 13 જેટલા વિદ્યાર્થીઓએ શારીરિક તેમજ માનસિક કૌશલ્યનો વિકાસ થાય તે માટે ફાયરિંગ, પરેડ તથા સ્વયંશિસ્ત જેવી તાલીમ લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓ પૈકી સીડીટી અનુષ્કા પાંડેયએ `ઇન્ટર સ્કૂલ' વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સીડીટી અતુલ દ્વિવેદી તથા ત્રિશા મોદીએ ક્વિઝ સ્પર્ધામાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. દિયા બુદ્ધભટ્ટીએ 100 મીટર દોડમાં પ્રથમ તથા ફાયરિંગમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. ક્રિષ્ના ભાક્કડે ફાયરિંગમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. દિયા બુદ્ધભટ્ટીનું 300 વિદ્યાર્થીઓ પૈકી બેસ્ટ કેડેટ સ્વરૂપે લે. કમાન્ડર ગોવિંદ દ્વારા સન્માન કરાયું હતું. શાળાના એનસીસી ઓફિસર આબિદ સમાએ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. શાળાના ટ્રસ્ટી અવનીશભાઇ ઠક્કર, જયંતીભાઇ ઠક્કર, ચેરમેન નેહાબેન ઠક્કર, દિપેશભાઇ ઠક્કર, આચાર્યા સારિકા શર્મા, મેનેજર આકાશ શર્માએ અભિનંદન આપ્યા હતા.

© 2023 Saurashtra Trust