મેસ્સીનો રેકોર્ડ : મહાન મેરેડોના અને રોનાલ્ડોથી આગળ થયો

અલ રેયાન, તા. 4 : લિયોનલ મેસ્સીએ આ મેચ દરમિયાન તેના જ દેશના મહાન દિવંગતખેલાડી ડિએગો મેરેડોનાની સાથોસાથ તેના સમકાલીન હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધા હતા. મેસ્સી 3પમો જન્મદિન મનાવ્યા બાદ ફીફા વર્લ્ડ કપમાં ઓછામાં ઓછા ત્રણ ગોલ કરનારો ફક્ત બીજો ખેલાડી છે. તેના સિવાય કેમરૂનના રોઝર મિલ્લાએ (પ) અને રેકોર્ડ બનાવ્યો છે. મેસ્સીના વર્લ્ડ કપમાં હવે 9 ગોલ થયા છે. આથી તે આર્જેન્ટિના તરફથી વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. અગાઉ મેરેડોનાએ કુલ 8 ગોલ કર્યા હતા. પોર્ટૂગલના સ્ટાર રોનાલ્ડોના નામે પણ 8 ગોલ છે. જો કે તેની પાસે હજુ આગળ થવાની તક છે.